PM મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી, તાત્કાલિક ધોરણે દેવઘર એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
ચૂંટણી રેલી માટે ઝારખંડ પહોંચેલા પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દેવઘર એરપોર્ટ પર જ પ્લેનને રોકવું પડ્યું હતું. તેના કારણે દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો. આ પહેલા પીએમ મોદીએ આદિવાસી ગૌરવ દિવસને સંબોધન કર્યું હતું.
દેવઘર પહેલા પીએમ મોદી બિહારના જમુઈ પહોંચ્યા હતા. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમુદાયોના યોગદાનને માન્યતા ન આપવા બદલ કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારોની ટીકા કરી હતી. કોંગ્રેસ અથવા કોઈનું નામ લીધા વિના પીએમએ કહ્યું કે તમામ શ્રેય માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારના કારણે આઝાદી મળી છે તો બિરસા મુંડાએ 'ઉલગુલાન' આંદોલન શા માટે શરૂ કર્યું?
આજના દિવસે જ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર પણ રોકી દેવાયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ક્લિયરન્સ ન મળવાના કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મંજૂરી નથી મળી. રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને મહાગામામાં રોકી દેવાયું છે.