રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જીતના નિર્ધાર સાથે વર્લ્ડ કપ માટે UAE રવાના થઇ ટીમ ઇન્ડિયા

12:51 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આગામી 3 ઓક્ટોબરથી શરૂ થશે મહિલા ઝ-20 વર્લ્ડ કપ-2024

મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની યજમાની સંયુક્ત આરબ અમીરાત કરશે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂૂ થઈ રહી છે. જો કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થઈ ગઈ છે.

બીસીસીઆઇએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત કોચિંગ સ્ટાફના સભ્યો સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિંગ્સ પણ જોવા મળે છે.

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું માનવું છે કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે સક્ષમ છે. તેને ટી20 વર્લ્ડકપ 2020 યાદ આવી ગયો. જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં ચૂકી ગઈ હતી. હરમનપ્રીત કૌરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા એક મજબૂત ટીમ છે, પરંતુ અમે ઓસ્ટ્રેલિયાને આકરી ટક્કર આપી શકીએ છીએ.

અમારી શ્રેષ્ઠ ટીમ ટી20 વર્લ્ડકપ માટે જઈ રહી છે. અમારી પાસે વર્લ્ડકપ જીતવાની શાનદાર તક છે. વાસ્તવમાં, જો આવું થશે તો ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટી20 વર્લ્ડકપ જીતશે. અત્યાર સુધી ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવામાં સફળ રહી નથી. ભારતીય ટીમ ઝ20 વર્લ્ડકપ 2020 અને ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. બંને વખત ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ વખતે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે વર્લ્ડ ચેમ્પિયન બનશે. તાજેતરમાં એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાની રણનીતિ પર સવાલો ઉઠ્યા હતા.

Tags :
indiaindia newsTeam IndiaUAEworld cup
Advertisement
Next Article
Advertisement