ખીલીથી ખટારા, કારથી લઇ કોફીમાં ટાટાની 53 મહાકાય બ્રાન્ડ
ડિફેન્સ, મેટલ, રિયલ એસ્ટેટ, ઈ-કોમર્સ, ટેક્નોલોજી, ખાણીપીણી, જવેલરી-લાઇફસ્ટાઇલ, ટેલિકોમ-મીડિયા, ઓટોમોબાઇલ, ફાઇનાન્સ, ડ્યુરેબલ ક્ષેત્રમાં ટાટાનો દબદબો
દેશ-દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર અદના ઉદ્યોગપતિ રતન ટાટાએ ટાટા ગ્રુપને વિસ્તારવામાં સિંહ ફાળો આપ્યો હતો. રતન ટાટાએ 2012 સુધી ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું. પરિવર્તનને પારખી ન શકનારા ઉદ્યોગજૂથો ફેંકાય જાય છે પણ સમયને પારખીને રતન ટાટાએ એક પછી એક નવા સેક્ટરમાં પ્રદાર્પણ કરતા ગયા. તેમને સ્થાપેલી ઝઈજ આજે દેશની અગ્રણી સોફ્ટરવેર કંપની બની ચુકી છે. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રુપનું સામ્રાજ્ય એટલું વિસ્તૃત બની ગયું કે લગભગ 12 અલગ અલગ સેક્ટરમાં 53 બ્રાન્ડ-કંપનીઓમાં ફેલાયેલું છે. ખીલી થી લઇ ખટારા અને કારથી લઇ ચા-કોફી સુધી ટાટા ગ્રુપની બ્રાન્ડની બોલબાલા છે.
લક્ઝરીના પ્રતીક સમી તાજ હોટેલ હોય કે ઘર ઘરમાં ખવાતું મીઠુ-ચા-કોફી હોય કે પછી વિસ્તારા એરલાઇન્સ હોય,ટાટા જૂથ કાયમ માટે સામાન્ય લોકોમાં વિશ્વાસનું પ્રતીક બની ગયું છે.