For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીની કંપનીના નૂડલ્સ ખાધા બાદ તમિલનાડુની સગીરાનું મોત

11:23 AM Sep 06, 2024 IST | admin
ચીની કંપનીના નૂડલ્સ ખાધા બાદ તમિલનાડુની સગીરાનું મોત

બુલડક નૂડલ્સનો 800 કિલોનો એકસપાયર્ડ જથ્થો કબજે

Advertisement

તમિલનાડુમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઓનલાઈન ઓર્ડર કરાયેલા નૂડલ્સખાવાથી 16 વર્ષીય વિદ્યાર્થીનું મૃત્યુથયું હતું. તિરુચીની એક ખાનગી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતી સ્ટેફી જેક્લીન માલેસે પોતાના મોબાઈલ પર નૂડલ્સની જાહેરાત જોઈને એક પ્રખ્યાત કંપનીમાંથી નૂડલ્સનો ઓર્ડર આપ્યો. અહેવાલો અનુસાર, તે નૂડલ્સ ખાધા પછી સૂઈ ગઈ હતી અને બીજા દિવસે સવારે તે બેભાન મળી આવી હતી.
તમિલનાડુમાં એક કમનસીબ ઘટનામાં, ચાઈનીઝ અથવા કોરિયન કંપની દ્વારા બનાવેલ નૂડલ્સ ખાધા પછી એક છોકરીનું મૃત્યુ થયું. તમિલનાડુમાં ઓનલાઈન ખરીદેલ કોરિયન બ્રાન્ડના નૂડલ્સ ખાધાં બાદ 16 વર્ષની દીકરીનું મૌતા જેકલીન 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

જેકલીનને નૂડલ્સ બનાવવાનો ખુબ જ શોખ હતો. જેકલીને રવિવારે ઓનલાઈન ખરીદેલ નૂડલ્સ બનાવી અને જમ્યા બાદ સૂઈ ગઈ. જેના બીજા દિવસે સવારે તેનું મૃત્યુ થયું. આ દરમિયાન, સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી કે તેઓને જેકલીનના મૃત્યુ અંગે શંકા છે, અને જેકલીનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હાલ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ એક્સપાયર્ડ નૂડલ્સના 800 કિલો પેકેટ જપ્ત કર્યા છે.

Advertisement

આ ઘટના અંગે મંત્રી સુબ્રમણ્યમે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ત્રિચીમાં એક 15 વર્ષની છોકરીનું મૃત્યુ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી મંગાવેલી ચીની કંપનીના બુલડક નૂડલ્સ ખાવાથી થયું. તેમણે કહ્યું કે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે તરત જ આ મામલે તપાસ કરી. કેટલાક ચાઈનીઝ નૂડલ્સની ઉપલબ્ધતાની ઝીણવટભરી તપાસ કર્યા બાદ, તેઓએ એક જથ્થાબંધ વેપારી પાસેથી 800 કિલોના એક્સપાયર્ડ નૂડલ્સના પેકેટ જપ્ત કર્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement