સટ્ટાબાજી એપ્લિકેશન કેસમાં ED દ્વારા તમન્ના ભાટિયાની પૂછપરછ
આ પ્રકરણમાં રણબીર, શ્રદ્ધા કપૂર સહિતનાની પૂછપરછ થઇ ચુકી છે
બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડી દ્વારા તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ઇડી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તમન્નાને ઇડી દ્વારા ઇંઙણ એપ પર ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે ઈંઙક મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં સમન્સ મોકલવામાં આવી હતી. તમન્ના ભાટિયાએ ઇંઙણ એપ પર ઈંઙક જોવાનો પ્રચાર કર્યો હતો. અભિનેત્રી હાલમાં જ ફિલ્મ સ્ત્રી 2ને કારણે ચર્ચામાં હતી, જેમાં તેનું ગીત આજે રાત્રે ટ્રેન્ડ કરી રહ્યું હતું. તમન્ના લગભગ 1.30 વાગ્યે ગુવાહાટીમાં ઇડી ઓફિસ પહોંચી હતી.
અભિનેત્રી સાથે તેની માતા પણ હતી. ઇંઙણ એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચ જોવાના કથિત પ્રચાર માટે અભિનેત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. માહિતી અનુસાર, અત્યાર સુધી ઇડીએ આ એપના આધારે કૌભાંડની તપાસમાં 497.20 કરોડ રૂૂપિયાની ચલ અને અચલ સંપત્તિ જપ્ત કરી છે. ઇંઙણ મૂળભૂત રીતે એક સટ્ટાબાજીની એપ્લિકેશન છે જેમાં ઘણા પ્રકારની રમતો છે. આ એપ દ્વારા લોકોને 57,000 રૂૂપિયાના રોકાણ માટે દરરોજ 4,000 રૂૂપિયા આપવાનું વચન આપીને કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.