For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટેલેન્ટેડ એક્ટર રણબીર કપૂર ડિરેક્ટર બનશે

11:05 AM Oct 02, 2025 IST | Bhumika
ટેલેન્ટેડ એક્ટર રણબીર કપૂર ડિરેક્ટર બનશે

રણબીર કપૂરની ગણતરી બોલીવુડના ટેલન્ટેડ ઍક્ટર તરીકે થાય છે. તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંનો એક છે. તેની 43મી વર્ષગાંઠ હતી. આ દિવસે તેણે ફેન્સ સાથે સોશ્યલ મીડિયા પર લાઇવ સેશનમાં વાતચીત કરી હતી. આ લાઇવ સેશનમાં એક ફેને રણબીરને પૂછ્યું કે તે ફિલ્મોનું ડિરેક્શન કરશે? આ સવાલનો જવાબ આપતાં રણબીરે કહ્યું હતું કે હું ફિલ્મનું ડિરેક્શન કરવા માટે ખૂબ જ ઉત્સાહી છું. હાલમાં મેં લેખનનું કામ શરૂૂ કર્યું છે.

Advertisement

હું બે વિચારો પર કામ કરી રહ્યો છું. હું આગામી કેટલાંક વર્ષોમાં ડિરેક્ટર બનવાની દિશામાં કામ કરીશ. આ જ સેશનમાં રણબીરને તેની આગામી ફિલ્મ ઍનિમલ પાર્ક વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આ ફિલ્મ વિશે વધારે માહિતી આપતાં તેણે કહ્યું હતું કે 2027થી ઍનિમલ પાર્ક પર કામ શરૂૂ થશે. ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ મારી સાથે આ વિશે વાત કરી છે. એનાં પાત્રો અને સંગીત ગજબનાં છે. આ ફિલ્મમાં ઍક્ટિંગ કરવા માટે હું ઉત્સુક છું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement