આ દવા ખાવાથી ફાયદાને બદલે થશે નુકસાન!!! બીપી-ડાયાબિટીસ સહિત 135 દવાઓના સેમ્પલ થયા ફેલ
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ ડિસેમ્બરમાં લેવામાં આવેલા ડ્રગ સેમ્પલના પરિણામો જાહેર કર્યા છે. જે મુજબ 135થી વધુ પેરામીટર યોગ્ય જણાયા નથી. જે દવાઓના સેમ્પલ ફેલ થયા છે તેમાં હાર્ટ, સુગર, કીડની, બી.પી. અને એન્ટિબાયોટિક્સ સહિતની ઘણી દવાઓનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સતત દવાઓના સેમ્પલ માપદંડો સાથે બંધબેસતા નથી. આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ દવા ગુણવત્તા પરિક્ષણમાં નિષ્ફળ ગઈ છે અને તેને સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરવામાં આવી છે.
આ દવાઓના ઉત્પાદકો પણ હવે તપાસ હેઠળ છે. આમાંની મોટાભાગની દવાઓ ડાયાબિટીસ અને માઈગ્રેન માટે આપવામાં આવી હતી. કેન્દ્રીય પ્રયોગશાળાઓ દ્વારા 51 દવાઓ અને રાજ્યની દવા પરીક્ષણ પ્રયોગશાળાઓ દ્વારા 84 દવાઓના નમૂનાઓ પ્રમાણભૂત ગુણવત્તાના ન હોવાનું જાણવા મળ્યું છે. આથી હવે દવા ઉત્પાદકોના લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
આ દવાઓમાં જન ઔષધિ કેન્દ્રોને આપવામાં આવતી એન્ટિબાયોટિક્સ - Cefpodoxime Tablet IP 200-MG, Divalproex Extended-Release Tablet, Metformin Hydrochlor IDE Tablet, Zinc Sulphate Tablet, Metformin Tablet 500 MG, Amoximun CV-625, Paracetamol 500 MG.
ઉપરાંત, CMG બાયોટેકના બીટા હિસ્ટિન, સિપ્લાના ઓકામેટ, એડમેડ ફાર્માના પેન્ટોપ્રાઝોલ, વેડસ્પ ફાર્માના એમોક્સિસિલિન, શામશ્રી લાઈફ સાયન્સના મેરોપેનેમ ઈન્જેક્શન-500, ઓરિસન ફાર્માના ટેલમિસારટન, માર્ટિન એન્ડ બ્રાઉન કંપનીના આલ્બેન્ડાઝોલનો સમાવેશ થાય છે.
થોડા સમય પહેલા સરકારે અલગ-અલગ સમયે ઘણી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાંથી 206 ફિક્સ ડોઝ દવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે દવાઓ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જણાવાયું હતું. ત્યારે ડ્રગ્સ એડવાઇઝરી બોર્ડની ભલામણો બાદ સરકારે આ નિર્ણય લીધો હતો. ફિક્સ્ડ ડોઝ દવાઓ એટલે કે એફડીસી એવી દવાઓ છે જેમાં એક ગોળીમાં એક કરતાં વધુ દવાઓ ભેળવવામાં આવે છે. આ ખાવાથી તેમને તરત આરામ મળે છે. હવે એકસાથે 135 દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે, જેના કારણે તેમની સંખ્યા 300ને પાર થઈ ગઈ છે.
દવાઓની ગુણવત્તા જાણવા માટે, ડ્રગ ઓથોરિટી ગુણવત્તા પરીક્ષણો કરે છે. દવાની સલામતી અને તેની અસર પરીક્ષણ દ્વારા સમજાય છે. આ માટે સીડીએસસીઓના નિષ્ણાતોની ટીમ અનેક પ્રકારના ટેસ્ટ કરાવે છે. પ્રથમ તબક્કા અનુસાર, ટીમ દવાઓ સંબંધિત દસ્તાવેજો, એક્સપાયરી અને લેબલિંગની તપાસ કરે છે. કોઈપણ પ્રકારની ખોટી માહિતી ક્રોસ ચેક કરવામાં આવે છે. જો માહિતી ખોટી જણાય તો તેનું લેબલીંગ બદલાઈ જાય છે.