For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટી-20 વર્લ્ડ કપ, ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 33 લાખ રૂપિયા

01:40 PM Mar 04, 2024 IST | admin
ટી 20 વર્લ્ડ કપ  ભારત પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 33 લાખ રૂપિયા

ટી-20 વર્લ્ડ કપ 2024 જૂનમાં શરૂૂ થશે. આમાં ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. આ પછી ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ચાહકો આતુરતાથી ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ મેચની ટિકિટ ખરીદવી સરળ નથી રહી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ટિકિટના ભાવ આસમાને છે. એક વેબસાઇટ પર તેને લાખો રૂૂપિયામાં વેચવામાં આવી રહી છે.

Advertisement

ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ મેચની ટિકિટની શરૂૂઆતની કિંમત માત્ર 500 રૂૂપિયા હતી. સત્તાવાર વેચાણ દરમિયાન આ કિંમત છે. પરંતુ આ પછી આ મેચની ટિકિટની કિંમત આકાશને સ્પર્શવા લાગી હતી. ભારત-પાકિસ્તાન મેચ માટે ટઈંઙ ટિકિટની શરૂૂઆતી કિંમત લગભગ 400 ડોલર હોવાનું કહેવાય છે. આ લગભગ 33 હજાર રૂૂપિયા થાય. બીજી વેબસાઇટ પર તેને 40 હજાર ડોલરમાં વેચવામાં આવી રહી છે. જો આપણે તેને ભારતીય ચલણમાં જોઈએ તો તે લગભગ 33 લાખ રૂૂપિયા હશે.

જયફિૠંયયસ નામની અમેરિકન વેબસાઇટ છે. રમતગમતની સાથે અન્ય ઈવેન્ટની ટિકિટ પણ તેના પર વેચાય છે. અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટની કિંમત લાખોમાં છે. મહત્વની વાત એ છે કે સમયની સાથે ટિકિટની કિંમત પણ વધી રહી છે. હાલમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની બે ટિકિટ માટે સીટગીટ પર 179.5 હજારનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. જ્યારે તમે ટિકિટ ખરીદો છો, ત્યારે તમારે ટેક્સ પણ ચૂકવવો પડશે. આ રીતે ટિકિટની કિંમત 50-60 લાખ રૂૂપિયાને પાર કરી જશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement