રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

12:06 PM Mar 29, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગ્રીષ્મ ઋતુ શરૂૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે ગરમી નો પારો ઉપર જવા લાગ્યો છે.કાળઝાળ ગરમી ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બપોરના સમયે ગલીઓમાં કરફ્યુ લાગી ગયો હોય તેવો માહોલ જોવા મળે છે. ઘણા શહેરોમાં ગરમીનો પારો 41-42 ડીગ્રી નજીક પહોંચી ગયો છે. સરળ શબ્દોમાં સમજીએ તો અનેક વિસ્તારોમાં આપણે જેને લૂ પડવી કહીએ તે હીટ વેવ શરૂૂ થઈ ગયો છે.જે વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધી જાય ત્યારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે. ભારતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે મેદાની પ્રદેશોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થી વધી જાય ત્યારે તેને હીટ વેવ કહેવામાં આવે છે. ઉનાળાની સિઝનમાં ગરમ પવન એટલે કે લૂ શરીરને દઝાડી દે છે. સામાન્ય રીતે લોકો ઉનાળાની ઋતુમાં તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે પરંતુ જે લોકો નોકરી કરે છે તેમણે બહાર નીકળવા સિવાય છુટકો નથી.

Advertisement

ઉનાળામાં અતિશય પરસેવો, વારંવાર તરસ લાગવી અને થાક લાગવો એ સામાન્ય લક્ષણો છે જો કે વધારે પડતો પરસેવો થવો અને વધારે તરસ લાગવી ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. જો ગરમી સામે શરીરનું રક્ષણ ન કરવામાં આવે તો હેલ્થ પ્રોબ્લમ ઉભા થઇ શકે છે. ગરમીમાં અચાનક વધારો થવાથી ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, હીટ ક્રેમ્પ્સ, લૂ લાગવી, ફૂડ પોઈઝનિંગ અને ટાઈફોઈડ જેવી બીમારીઓ થઈ શકે છે. અમુક પ્રકારના ખોરાક અને પ્રવાહી વસ્તુઓનું સેવન કરવાથી તમે સરળતાથી ગરમીને હરાવી શકો છો.

હીટ સ્ટ્રોક (લૂ લાગવા)ના લક્ષણો

હીટ સ્ટ્રોકના લક્ષણો સમયસર ઓળખી કાઢવામાં આવે તો સારવારમાં મદદરૂૂપ થઈ શકે છે. જેથી હીટ સ્ટ્રોકના તમામ લક્ષણોને ઓળખવા જરૂૂરી છે
- માથાનો દુ:ખાવો
- ચક્કર આવવા
- બેભાન થવું
- માનસિક સ્થિતિ વણસવી
- ઉબકા અને ઊલટી
- ત્વચાની લાલાશ
- હૃદયના ધબકારામાં વધારો
- ત્વચા સૂકી થઈ જવી
- લૂ (હીટ સ્ટ્રોક) લાગવા થી બચવાના ઉપાયો

-આંબલીનું સેવન
લૂ થી બચવા માટે આંબલીનાં બીજને ક્રશ કરીને તેનો પાવડર બનાવી પાણીમાં ખાંડ, મીઠું અને આંબલીનો પાવડર નાખીને પીવાથી પાચનતંત્ર સારું રહે છે.

-લીલા નાળીયેર
નાળિયેર પાણીમાં ભરપૂર ગુણો હોય છે. ગરમીમાં નાળિયેર પાણીનું સેવન કરવાથી ઔષધીની જરૂૂર નથી રહેતી. દરરોજ નાળિયેર પાણી પીવાથી લૂ નથી લાગતી. શરીરમાં ઠંડક રહે છે.

- ડુંગળીનું સેવન
ગરમીમાં લૂ ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડુંગળીનું અકસીર ઈલાજ છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન સારું રહે છે.

-લીંબુ શરબત
લૂ થી બચવા માટે લીંબુનો શરબતનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી. લીંબુ પાણી પીવાથી શરીરમાં એનર્જી રહે છે

-વધારે માત્રામાં પાણી પીવું
ઉનાળામાં લુ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. કામ દરમિયાન સમયાન્તરે પાણી પીતું રહેવું જોઈએ.

-કેરીનું સેવન
ગરમીની સિઝનમાં કેરીનો બાફલો સ્વાસ્થ્યવર્ધક ટોનિક કહેવામાં આવે છે. દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળતા લૂ નથી લાગતી.

-કોથમીર
લોકો કોથમીરનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે. પરંતુ કોથમીર વાળું પાણી પીવાથી લૂ થી બચી શકાય છે. તાજી કોથમીરને પાણીમાં પલાળ્યા બાદ ખાંડ નાખીને પાણી પીવું

.
- છાશનું સેવન
છાસ પીવાના અનેક ફાયદા છે. ગરમીની સિઝનમાં છાસમાં મરી પાવડર અને જીરું નાખીને છાસ પીવાથી લૂ નથી લાગતી. સાથોસાથ શરીરમાં પાણી માત્રા ઓછી નથી થતી.

ગરમીના દિવસોમાં બહાર ખાલી પેટ બિલકુલ ન નિકળવું જોઈએ. શરીરમાં એનર્જી લેવલ આ ઋતુમાં જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે. એસી કે કૂલરમાં બિલકુલ ઠંડા સ્થાન પર હોય અને અચાનક બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જાઓ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે.-કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે ફ્રૂટ લૂ થી બચાવે છે. આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ.

Tags :
heatheatstrokeindiaindia newsSummerSummer Tips
Advertisement
Advertisement