ચૌટાલા પરિવારના ચૌધરીપણાનો સુર્યાસ્ત, આખું ખાનદાન ચૂંટણી હારી રહ્યું છે!
ઈન્ડિયન નેશનલ લોકદળ અને જનનાયક પાર્ટીના સુપડા સાફ
પહેલીવાર હરિયાણાના ચૂંટણી જંગમાં ચૌટાલા પરિવારનું કંગાળ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. ચૌટાલા પરિવારની બંને પાર્ટીઓ જમાનત બચાવવામાં ફાંફા પડી રહ્યા છે. પરિવારના મોટા સભ્ય દુષ્યંત ચૌટાલા અને અભય ચૌટાલા ચૂંટણીમાં કારમી હારની નજીક છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ચૌટાલા પરિવારના સૂપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. ચૌટાલા પરિવાર સાથે જોડાયેલા ઈન્ડિયન નેશનલ લોકદળ, જનનાયક જનતા પાર્ટી ખાતું ખોલાવવા માટે પણ મશક્કત કરી રહી છે.
પરિવારના બંને દિગ્ગજ દુષ્યંત ચૌટાલા અને અભય ચૌટાલા તેમની બેઠક પરથી ખરાબ રીતે હારી રહ્યા છે.દુષ્યંત ચૌટાલા- હિસારના ઉચાના કલાંથી ચૂંટણી લડી રહેલા દુષ્યંત ચૌટાલા રેસમાંથી બહાર છે. દુષ્યંત અહીંથી છઠ્ઠા નંબર પર ચાલી રહ્યા છે. દુષ્યંત માટે જમાનત બચાવવી પણ મુશ્કેલ છે.સિરસાના એલનાબાદથી ચૂંટણી લડી રહેલા અભય ચૌટાલા ઘણા પાછળ છે. અભય પણ આઈએનએલડી તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર છે. અભયનીસીટ પર કોંગ્રેસ આગળ છે
જ્યારે ડબાવાલી સીટથી ચૂંટણી લડી રહેલા અભય ચૌટાલાનો પુત્ર આદિત્ય બીજા નંબર પર છે. આ બેઠક એક સમયે ચૌટાલા પરિવારનો ગઢ ગણાતી હતી. કોંગ્રેસ અહીંથી આગળ છે.દુષ્યંત ચૌટાલાના ભાઈ દિગ્વિજય ડબાવાલી બેઠક પરથી મેદાને છે. અહીંથી દિગ્વિજય ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે. દિગ્વિજયને જેજેપીના મોટા નેતા માનવામાં આવે છે.
અભય ચૌટાલાના પુત્ર અર્જુન ચૌટાલા રાનિયા બેઠક પરથી આગળ છે.અહીંથી તેમના દાદા રણજીત ચૌટાલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ પરથી રણજીત બીજા ક્રમે છે.1967માં હરિયાણાને અલગ કર્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી હરિયાણાના રાજકારણમાં ચૌટાલા પરિવારનું રાજકીય વર્ચસ્વ રહ્યું છે. તે સમયે ચૌધરી દેવીલાલ મુખ્ય ભૂમિકામાં હતા. દેવીલાલે 1967થી 1989 સુધી હરિયાણાની રાજનીતિ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ બે વખત હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા.
1989માં ભારતના નાયબ વડાપ્રધાન બન્યા બાદ દેવીલાલે મુખ્યમંત્રીની ખુરશી તેમના પુત્ર ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલાને સોંપી હતી. તે સમયે તેમના નાના પુત્ર રણજીત ચૌટાલા પણ સીએમ પદના દાવેદાર હતા.