For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રીલંકા T-20 સિરીઝમાં સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઇસ કેપ્ટન

01:00 PM Jul 19, 2024 IST | admin
શ્રીલંકા t 20 સિરીઝમાં સૂર્યકુમાર કેપ્ટન  ગિલ વાઇસ કેપ્ટન

વન ડે માટે રોહિત શર્મા કેપ્ટન, અમુક ખેલાડી સાથે અન્યાયની ચર્ચા

Advertisement

ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા બાદ ટીમ ઈન્ડીયાનુ આગામી મિશન શ્રીલંકા છે. ઈન્ડીયા હવે બે સીરિઝ રમવા શ્રીલંકા જવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 મેચની વનડે અને 3 મેચની ટી20 સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પણ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટી-20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

3 મેચોની ટી 20 સીરિઝ માટે સૂર્યકુમાર યાદવને તો 3 વનડે માટે રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. શુભમન ગિલને ટી 20 અને વનડેનો વાઈસ કેપ્ટન બનાવાયો છે. હાર્દિક પંડ્યાને બેમાંથી એક સીરિઝમાં લેવાયો નથી. શુભમન ગીલની કપ્તાની હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં જ ઘર આંગણે 5 મેચની ટી20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું હતું. આ પહેલા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગયા મહિને એટલે કે જૂનમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો.

Advertisement

ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ હશે. તાજેતરમાં જ બીસીસીઆઇએ તેમને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બનાવ્યા છે. ગંભીરે રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે, જેનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થયો હતો.

ભારતીય ટીમ આ પ્રવાસ 27 જુલાઈથી શરૂૂ કરશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. આ શ્રેણીની તમામ ઓડીઆઇ મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની પ્રથમ ટીમ સિલેક્શન મીટિંગમાં કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ટીમ સિલેક્શનમાં પાંચ ખેલાડીઓ સાથે મોટો અન્યાય થયો છે. આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ તેમ છતાં તેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું.

ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માને ટી20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ઝિમ્બાબ્વેમાં અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી, જ્યારે ગાયકવાડે 66.50ની એવરેજથી 133 રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. સંજુ સેમસનને શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં તક મળી છે, પરંતુ આ ખેલાડીને ઓડીઆઇ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

મોટી વાત એ છે કે પોતાની છેલ્લી ઓડીઆઇ મેચમાં સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી પરંતુ હવે તે ટીમમાં નથી. ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને અવેશ ખાન બંને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમનો ભાગ હતા. બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું છતાં હવે બંનેને શ્રીલંકા પ્રવાસમાં તક મળી નથી. મુકેશ અને અવેશને ટી20 અને ઓડીઆઇ બંનેમાંથી એક પણ ટીમમાં પસંદ કરવામાં નથી આવ્યા.

ભારત-શ્રીલંકા સિરીઝ
27 જુલાઈ - 1લી ટી20, પલ્લેકલે
28 જુલાઈ - બીજી ટી20, પલ્લેકલે
30 જુલાઈ - 3જી ટી20, પલ્લેકલે
2 ઓગસ્ટ-1લી ઓડીઆઇ, કોલંબો
4 ઓગસ્ટ-2જી ઓડીઆઇ, કોલંબો
7 ઓગસ્ટ-ત્રીજી ઓડીઆઇ, કોલંબો

ભારતની ઓડીઆઇ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ , રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

Advertisement
Tags :
Advertisement
Advertisement