For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘આપ’ને સુપ્રીમનો ઝટકો, LGને MCDમાં કાઉન્સિલરો નોમિનેટ કરવાનો અધિકાર

04:55 PM Aug 05, 2024 IST | admin
‘આપ’ને સુપ્રીમનો ઝટકો  lgને mcdમાં કાઉન્સિલરો નોમિનેટ કરવાનો અધિકાર

10 નોમિનેટસ કાઉન્સિલરની નિમણૂક અંગે લાંબા સમયથી ચાલતા વિવાદમાં ચુકાદો

Advertisement

દિલ્હીમાં 10 એલ્ડરમેન એટલે કે નોમિનેટેડ કાઉન્સિલરની નિમણૂકને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ એટલો વધી ગયો કે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રિમ કોર્ટે આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) માં 10 એલ્ડરમેન એટલે કે નોમિનેટેડ કાઉન્સિલરોને નોમિનેટ કરવાના દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) ના નિર્ણયને સમર્થન આપ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે એલજીને એમસીડીમાં કાઉન્સિલરોને નોમિનેટ કરવાનો અધિકાર છે. આ માટે દિલ્હી સરકારની સંમતિ જરૂૂરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સરકારની સલાહ વગર એમસીડીમાં 10 નોમિનેટેડ કાઉન્સિલરોની નિમણૂક કરી શકે છે.

આમ આદમી પાર્ટી સરકાર માટે એક મોટો ઝટકો તરીકે જોવામાં આવી રહ્યો છે. નોમિનેટેડ કાઉન્સિલરની નિમણૂકને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કાઉન્સિલરો પણ મતદાન કરે છે. એમસીડીમાં આપ પાસે 134 અને બીજેપી પાસે 104 ચૂંટાયેલા કાઉન્સિલરો છે. આ સિવાય એમસીડીમાં 10 નોમિનેટેડ કાઉન્સિલરોની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમની નિમણૂક લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના કરશે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે એલજીને એમસીડીમાં નામાંકિત કાઉન્સિલરોની નિમણૂક કરવાનો અધિકાર આપવાનો ચુકાદો આપ્યો હતો.

Advertisement

આ બેંચમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ હતા. જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું કે એલ્ડરમેનની નિમણૂક એ એલજીની વૈધાનિક ફરજ છે. તેઓ આ મામલે રાજ્ય કેબિનેટની મદદ અને સલાહથી બંધાયેલા નથી.

ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (એમસીડી) એક્ટની કલમ 3(3)(બ)(શ), 1993માં સુધારેલા મુજબ, એલજીને એલ્ડરમેનની નિમણૂક કરવાની સત્તા આપે છે.
દિલ્હીના પ્રશાસક તરીકે આપવામાં આવેલો આ અધિકાર ન તો ભૂતકાળનો અવશેષ છે કે ન તો તે બંધારણીય સત્તા પર અતિક્રમણ કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement