For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તલાક લીધેલી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ આપવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય શરિયત વિરૂદ્ધ

04:10 PM Jul 15, 2024 IST | Bhumika
તલાક લીધેલી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ આપવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય શરિયત વિરૂદ્ધ
Advertisement

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ચુકાદાને પડકારશે

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) રવિવારે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ તલાક લીધેલી મહિલાઓના ભરણપોષણ અંગેનો તાજેતરનો સુપ્રીમ કોર્ટ નો ચુકાદો ઈસ્લામિક કાયદા (શરિયત) વિરુદ્ધ છે. બોર્ડે તેમના અધ્યક્ષને તે સુનિશ્ચિત કરવાના તમામ અધિકૃત પગલાં લેવા માટે કહ્યું જેનાથી આ નિર્ણય પાછો લેવામાં આવે.

Advertisement

બોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માનવીય તર્કને અનુરૂૂપ નથી કે જ્યારે લગ્ન અસ્તિત્વમાં જ નથી તો પુરુષને તેની ભૂતપૂર્વ પત્નીઓના ભરણ-પોષણની જવાબદારી સોંપવામાં આવે.અગાઉ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે ટ્રિપલ તલાક દ્વારા ગેરકાયદેસર રીતે તલાક (છૂટાછેડા) લીધેલી મુસ્લિમ મહિલાઑ CrPCની કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે અને કહ્યું હતું કે ધર્મ તટસ્થ જોગવાઈ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે ભલે. તેમનો અંગત કાયદો જે ગમે તે હોય. રવિવારે દિલ્હીમાં એક બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરતા, AIMPLB વર્કિંગ કમિટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પવિત્ર મોહમ્મદ પયગમ્બરે ઉલ્લેખ કર્યો હતો કે તમામ સંભવિત કાર્યોમાંથી સૌથી ઘૃણાસ્પદ એ અલ્લાહની નજરમાં તલાક છે, તેથી તેને સુરક્ષિત રાખવા માટે તમામ શક્ય પગલાં લઈને લગ્ન ચાલુ રાખવા જોઈએ.

બોર્ડે એક નિવેદનમાં કહ્યું કે, પરંતુ જો વિવાહિત જીવનને જાળવવું મુશ્કેલ બની જાય છે, તો માનવતાના ઉકેલ તરીકે તલાકને નક્કી કરવામાં આવ્યું હતું. બોર્ડે આગળ જણાવ્યું કે, આ નિર્ણય મહિલાઓ માટે વધુ સમસ્યાઓ ઊભી કરશે જેઓ તેમના દુ:ખદાયક સંબંધોમાંથી સફળતાપૂર્વક બહાર આવી છે. બોર્ડે ભારપૂર્વક કહ્યું કે, તે માનવીય તર્ક સાથે સારી રીતે બંધ બેસતું નથી કે જ્યારે લગ્ન અસ્તિત્વમાં જ નથી, ત્યારે પુરુષને તેની ભૂતપૂર્વ પત્નીઓને ભરણ-પોષણ માટે જવાબદાર ગણવામાં આવે છે.

બોર્ડે તેમના અધ્યક્ષ હઝરત મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીને તે સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં(કાનૂની, બંધારણીય અને લોકશાહી) ભરવા માટે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પાછો ખેંચવામાં આવે. AIMPLBના પ્રવક્તા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે જણાવ્યું હતું કે, બોર્ડે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વિપક્ષ સાથે વાત કરવાનું પણ નક્કી કર્યું છે.

ભરણપોષણના મુદ્દા સિવાય, AIMPLBએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિરુદ્ધ પાંચ વધુ ઠરાવો મંજૂર કર્યા છે, ઇલિયાસે જણાવ્યું હતું કે, AIMPLBની કાનૂની ટીમે એક પિટિશન તૈયાર કરી છે અને તે આ મહિનાના અંતમાં ઉત્તરાખંડ કોર્ટમાં ફાઇલ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement