For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

VVPAT અને EVM મશીનોની સમીક્ષા અરજી સુપ્રીમે ફગાવી

04:44 PM Jul 30, 2024 IST | Bhumika
vvpat અને evm મશીનોની સમીક્ષા અરજી સુપ્રીમે ફગાવી
Advertisement

ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટમમાંથી આજે ગુરુવારે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે EVM મશીનો સાથે VVPAT સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યું કે, અરજીમાં આપવામાં આવેલા આધારને ધ્યાનમાં લીધા બાદ અમે માનીએ છીએ કે 26 એપ્રિલના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો કોઈ મામલો બનતો નથી.

હકીકતમાં, 26 એપ્રિલે સુપ્રીમ કોર્ટે VVPAT અને EVM મશીનની સ્લિપના 100 ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ સાથે અરજીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી. રિવ્યુ પિટિશન અરુણ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે અગાઉ પણ આ મુદ્દે ઙઈંક દાખલ કરી હતી.

Advertisement

અરજીકર્તા અરુણ કુમાર અગ્રવાલે તેમની સમીક્ષા અરજીમાં દલીલ કરી હતી કે, 26 એપ્રિલના નિર્ણયમાં ભૂલો હતી. જે પછી રિવ્યુ પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે, મતગણતરી હોલના હાલના સીસીટીવીની દેખરેખ એ સુનિશ્ચિત કરશે કે VVPAT સ્લિપની ગણતરીમાં કોઈ ગરબડી થાય નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement