રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

CAA પર પ્રતિબંધની માગણી ફગાવતી સુપ્રીમ કોર્ટ

03:51 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પર પ્રતિબંધની માંગણી કરતી 230 જેટલી અરજીની સુનાવણી દરમિયાન આજે સુપ્રિમ કોર્ટે સીએએ ઉપર પ્રતિબંધ લાદવાની માંગણી ફગાવી દઇ વિશેષ સુનાવણી તા.9 એપ્રિલના રોજ કરવાનો નિર્ણય કર્યો હતો.

Advertisement

સુનાવણી દરમિયાન વકીલ નિઝામ પાશાએ કહ્યું કે સીએએને કારણે મુસ્લિમોની નાગરિકતા પર ખતરો છે. સોલિસીટર જનરલે જવાબ આપતા કહ્યું કે આ સીએએ નથી. પહેલા પણ લોકોને ગુમરાહ કરીને ઉશ્કેરવામાં આવ્યા હતા. આવું કરવું ખોટું છે. ચીફ જસ્ટિસે કહ્યું કે બન્ને પક્ષ 5-5 પાનાની લેખિત નોટ જમા કરાવે. સરકાર 8 એપ્રિલ સુધી જવાબ આપે.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે સીએએ વિરૂૂદ્ધ દાખલ અરજીઓ પર જવાબ માટે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવી રહ્યો છે. આ મામલે 9 એપ્રિલે સુનાવણી કરશે. સીનિયર વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે જો આ દરમિયાન કોઇને નાગરિકતા મળી તો અમે ફરી કોર્ટમાં આવીશું.

સોલિસીટર જનરલે સુનાવણી દરમિયાન કહ્યું કે નાગરિકતાની અરજી મળવાથી લઇને તેને આપવાની પ્રક્રિયા લાંબી છે. એકદમથી કોઇને નાગરિકતા મળતી નથી. જો કોઇને પણ નાગરિકતા આપવામાં આવી તો અરજી કરનારનું કઇ બગડી નહીં જાય. બલુચિસ્તાન હિન્દૂ પંચાયતના વકીલ રંજીત કુમારે કહ્યું કે અમે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યાં છીએ. જો હવે નાગરિકતા મળી રહી છે તો વિઘ્ન ના નાખવું જોઇએ.

સીનિયર વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સીએએના સંસદમાંથી પસાર થવાના 4 વર્ષ કરતા વધુ સમય બાદ તેને લાગુ કરવામાં આવ્યો છે. એક વખત કોઇને નાગરિકતા આપી દેવામાં આવી તો તેને પરત લેવું કઠિન હશે, માટે અત્યારે રોક લાગવી જોઇએ. સરકાર જવાબ માટે સમય ઇચ્છે છે, કોઇ સમસ્યા નથી પણ અત્યારે રોક લગાવવામાં આવે, તેમણે સીજેઆઇને ભલામણ કરી કે એપ્રિલમાં આ મામલે સુનાવણી કરી લો.

Tags :
CAAindiaindia newsSupreme Court
Advertisement
Next Article
Advertisement