વકફ કાયદાનો અમલ રોકવા સુપ્રીમનો ઈનકાર, અમુક જોગવાઈ સામે સ્ટે
વકફ બોર્ડના સભ્ય બનાવવા પાંચ વર્ષ સુધી ઈસ્લામના પાલન-કલેક્ટરની સત્તા સામે સ્ટે: બોર્ડમાં ગેર મુસ્લિમ સભ્યોની સંખ્યા 3થી વધુ ન હોવી જોઈએ
સુપ્રીમ કોર્ટે વક્ફ (સંશોધન) અધિનિયમ 2025ના કાયદેસરતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતા કાયદાની કેટલીક જોગવાઈઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, કોર્ટે અત્યારે તે જોગવાઈ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં વક્ફ બોર્ડના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત રાખવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ સંબંધમાં યોગ્ય નિયમ બનાવવા સુધી આ જોગવાઈ લાગૂ થશે નહીં.
સુપ્રીમ કોર્ટે સોમવાર (15 સપ્ટેમ્બર 2025) ના કહ્યું કે કલેક્ટર વક્ફ જમીન વિવાદનું સમાધાન ન કરી શકે, આવા મામલા ટ્રિબ્યૂનલમાં જવા જોઈએ. કોર્ટે વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા પણ સીમિત કરવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય વક્ફ બોર્ડ અને કેન્દ્રીય વક્ફ પરિષદમાં બિન-મુસ્લિમોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે. અમે દરેક કલમ સામેના પ્રથમ દૃષ્ટિએ પડકારનો વિચાર કર્યો છે અને જાણવા મળ્યું છે કે સમગ્ર કાયદાને રોકવા માટે કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી.
વક્ફ બોર્ડની રચના પર ટિપ્પણી કરતા કોહ્યું કે કેન્દ્રીય વકફ બોર્ડમાં વધુમાં વધુ 4 અને રાજ્ય બોર્ડમાં વધુમાં વધુ ત્રણ સભ્યો બિન-મુસ્લિમ હોઈ શકે છે, એટલે કે 11માંથી બહુમત મુસ્લિમ સમુદાયમાંથી હોવો જોઈએ. સાથે જ્યાં સુધી સંભવ હોય બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (ઈઊઘ) પણ મુસ્લિમ હોવા જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેમનો આ આદેશ વક્ફ એક્ટની કાયદેસરતા પર અંતિમ અભિપ્રાય નથી
અને સંપત્તિના રજીસ્ટ્રેશન સંબંધિત જોગવાઈમાં કોઈ ભૂલ નથી.
મુખ્ય વાંધો કલમ 3(r), 3(c), 3(d), 7 અને 8 સહિતની કેટલીક કલમો પર હતો. આમાંથી, કોર્ટે કલમ 3(r) ની જોગવાઈ પર રોક લગાવી દીધી હતી, જેમાં વકફ બોર્ડના સભ્ય બનવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની શરત રાખવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી સરકાર આ અંગે સ્પષ્ટ નિયમ ન બનાવે ત્યાં સુધી આ જોગવાઈ લાગુ કરવામાં આવશે નહીં, અન્યથા તે મનસ્વી સાબિત થઈ શકે છે.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કલેક્ટર અથવા એક્ઝિક્યુટિવને મિલકતના અધિકારો નક્કી કરવાની મંજૂરી આપવી એ સત્તાના વિભાજનની વિરુદ્ધ છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે જ્યાં સુધી કલમ 3(ભ) હેઠળ વકફ મિલકતની માલિકી અંગે અંતિમ નિર્ણય વકફ ટ્રિબ્યુનલ અને હાઇકોર્ટ દ્વારા લેવામાં ન આવે ત્યાં સુધી, ન તો વકફ મિલકતમાંથી ખાલી કરવામાં આવશે કે ન તો મહેસૂલ રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવશે. ઉપરાંત, આ સમય દરમિયાન, કોઈ તૃતીય પક્ષ અધિકારો બનાવવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને મુસ્લિમ નેતાઓનો આવકાર
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસ કહે છે કે, ‘મોટા ભાગે, અમારો મુદ્દો સ્વીકારવામાં આવ્યો છે. ‘વક્ફ બાય યુઝર’ વિશેનો અમારો મુદ્દો સ્વીકારવામાં આવ્યો છે. આ સાથે, સંરક્ષિત સ્મારકો પરનો અમારો મુદ્દો પણ સ્વીકારવામાં આવ્યો છે કે કોઈ તૃતીય પક્ષ દાવો કરશે નહીં. લાદવામાં આવેલા પાંચ વર્ષના નિયમને દૂર કરવામાં આવ્યો છે. હું કહેવા માંગુ છું કે એકંદરે અમારા ઘણા મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા છે, અને અમને લાગે છે કે નિર્ણય મોટાભાગે સંતોષકારક છે. કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કહ્યું, આ ખરેખર એક સારો નિર્ણય છે. સુપ્રીમ કોર્ટે સરકારના કાવતરા અને ઇરાદાઓ પર રોક લગાવી દીધી છે. જમીન દાન કરનારા લોકોને ડર હતો કે સરકાર તેમની જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે. આ તેમના માટે રાહતનો વિષય છે. સરકાર પાંચ વર્ષ સુધી મુસ્લિમ કોણ છે તે કેવી રીતે નક્કી કરશે? આ આસ્થાનો વિષય છે. અમે અમારી લડાઈ ચાલુ રાખીશું. સુપ્રીમ કોર્ટના આદેશ પર, ઇદગાહના ઇમામ અને AIMPLB સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલીએ કહ્યું, ‘અમારી માંગ હતી કે સમગ્ર કાયદા પર પ્રતિબંધ મૂકવામાં આવે, પરંતુ કોર્ટે આવો કોઈ આદેશ આપ્યો નથી. જોકે, કોર્ટે ઘણી જોગવાઈઓ પર સ્ટે આપ્યો છે, અને અમે તેનું સ્વાગત કરીએ છીએ.