રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બંધારણના આમુખમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવા સુપ્રીમનો ઇનકાર

04:27 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુપ્રીમ કોર્ટે સોમવારેના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને સેક્યુલર શબ્દોને સામેલ કરવાને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે કહ્યું કે સંસદની સંશોધન શક્તિ પ્રસ્તાવના સુધી પણ ફેલાયેલી છે. પ્રસ્તાવના અપનાવવાની તારીખ પ્રસ્તાવનામાં સુધારો કરવાની સંસદની સત્તાને મર્યાદિત કરતી નથી. જેના આધારે અરજદારની દલીલ ફગાવી દેવામાં આવી હતી.CJIએ સુનાવણી દરમિયાન કહ્યું, લગભગ આટલા વર્ષો થઈ ગયા, હવે આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે આ પહેલા બેન્ચે આ કેસને મોટી બેન્ચને મોકલવાની અરજીકર્તાઓની અરજીને ફગાવી દીધી હતી.
CJI ખન્નાએ 22 નવેમ્બરે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ભારતીય અર્થમાં સમાજવાદી હોવાને માત્ર કલ્યાણકારી રાજ્ય તરીકે જ સમજાય છે. ભારતમાં સમાજવાદને સમજવાની રીત અન્ય દેશો કરતા ઘણી અલગ છે. આપણા સંદર્ભમાં સમાજવાદનો મુખ્યત્વે અર્થ થાય છે કલ્યાણકારી રાજ્ય. બસ આનાથી પ્રાઈવેટ સેક્ટર જે સારી રીતે વિકસી રહ્યું છે તેને ક્યારેય રોક્યું નથી. આનાથી આપણને બધાને ફાયદો થયો છે. સમાજવાદ શબ્દનો ઉપયોગ એક અલગ સંદર્ભમાં થાય છે, જેનો અર્થ થાય છે કે રાજ્ય એક કલ્યાણકારી રાજ્ય છે અને તેણે લોકોના કલ્યાણ માટે ઊભા રહેવું જોઈએ અને તકોની સમાનતા પ્રદાન કરવી જોઈએ.

Tags :
constitutionindiaindia newsSupreme Court
Advertisement
Next Article
Advertisement