મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સેરવે પર પ્રતિબંધ યથાવત, સુપ્રીમનો આદેશ
મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે આજે આ કેસની સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચ મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસની સુનાવણી કરી રહ્યા છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ કેસમાં એડવોકેટ કમિશનરના સર્વે પરનો પ્રતિબંધ ચાલુ રહેશે. કોર્ટે આ પ્રતિબંધ હટાવવાની ના પાડી દીધી છે. કોર્ટે કહ્યું કે, અમને આ મામલે વિચાર કરવા માટે સમયની જરૂૂર છે. આ મામલે લાંબી સુનાવણીની જરૂૂરિયાત છે. આ કેસની સુનાવણી 21 ઓક્ટોબરથી શરૂૂ થતા અઠવાડિયામાં થશે. ત્યાં સુધી સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે.
હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં શાહી ઇદગાહ મસ્જિદની જમીનને હિંદુઓની જાહેર કરીને તેમને અહીં પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. મુસ્લિમ પક્ષે તેના અસ્વીકાર માટે દલીલ રજૂ કરી હતી. મુસ્લિમ પક્ષે આ માટે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, લિમિટેશન એક્ટ, વકફ એક્ટ, સ્પેસિફિક પઝેશન એક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલે 6 જૂને સુનાવણી હાથ ધરાઈ હતી. જેના પર હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટના નીચલી અદાલતના પેન્ડિગ 18 કેસની સુનાવણી પોતાની પાસે ટ્રાન્સફર કરવા માટેના નિર્ણયને મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 1 ઓગસ્ટના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે આ અરજીઓને મેન્ટેનેબલ ગણાવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટ આ મામલે પહેલીવાર સુનાવણી કરશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટમાંથી હાઈકોર્ટમાં અરજીઓ ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મૂકવાની મુસ્લિમ પક્ષની માંગને ફગાવી દીધી હતી.