કાચા કામના કેદીઓને જામીન, દોષિતોને સજા માફી સરળ બનાવવા સુપ્રીમ કોર્ટની કવાયત
સુપ્રીમ કોર્ટે મંગળવારે કોર્ટ દ્વારા રાહત આપવા છતાં જામીન રજૂ કરવામાં નિષ્ફળતાના કારણે કેદીઓ જામીન પર મુક્ત ન થઈ શકતા હોવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે જાણવા માંગ્યું હતું કે ઇ-પ્રિઝન મોડ્યુલમાં ઉપલબ્ધ માહિતીને આધારે આવા કેસોને શોધી શકાય કે નહીં. ઇ-પ્રિઝન મોડ્યુલ એક સર્વગ્રાહી જેલ મેનેજમેન્ટ સિસ્ટમ છે.
સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે જામીન પૂરા પાડી ન શકતા હોવાથી લોકો જામીન મેળવી શકતા નથી તે મુદ્દાની આપણે વિચારણા કરી છે?ઈ-પ્રિઝન મોડ્યુલને લગતા મુદ્દાઓ પરની રજૂઆતો પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતને આ અવલોકન કર્યું હતું. આ મુદ્દાના ઉકેલ માટે પક્ષકારો વતી વકીલને હાજર રહેવાનું કહેતા કોર્ટે જણાવ્યું હતું કે તેને ઇ-પ્રિઝન મોડ્યુલ સાથે કનેક્શન છે. આ મુદ્દાની પણ વિચારણા કરો. આ મોડ્યુલ પર ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ એવા કિસ્સાઓ શોધવા માટે થઈ શકે છે કે જ્યાં લોકોને જામીન આપવામાં આવ્યા હોય, પરંતુ તેઓએ તેનો લાભ લીધો ન હોય. કોર્ટ સુઓ મોટો કેસને વ્યાપક બનાવશે. આ મામલે સુનાવણી આવતા સપ્તાહે ચાલુ રહેશે.
સર્વોચ્ચ અદાલતે ગયા મહિને દેશમાં દોષિતોને કાયમી માફીનું અંગેની નીતિઓને પારદર્શક બનાવવા, તેના ધોરણો નક્કી કરવા અને તેમાં સુધારા કરવાના હેતુથી ઘણા દિશાનિર્દેશો જારી કર્યા હતા. તે સમયે કોર્ટે જણાવ્યું હતું કે હાલના તબક્કે, અમે નીચેના દિશાનિર્દેશો જારી કરીએ છીએ, જે તમામ રાજ્યોને લાગુ પડશે પ્રથમ એ કે કાયમી માફીની આપતી વર્તમાન નીતિઓની નકલો રાજ્યોની દરેક જેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. તેની નકલો તેના અંગ્રેજી અનુવાદ સાથે સરકારની યોગ્ય વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે જેલના અધિક્ષકો અને જેલ સત્તાવાળાઓને એ સુનિશ્ચિત કરવા માટે આદેશ પણ જારી કર્યો હતો કે તમામ દોષિતોને માફી નીતિઓના અસ્તિત્વ વિશેની માહિતી આપવામાં આવે.