ગોધરાકાંડના આરોપીઓને સુપ્રીમનો ઝટકો, ત્રણ જજની બેંચ નહીં સાંભળે
05:05 PM May 06, 2025 IST | Bhumika
ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા લોકોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દોષિતોએ માંગ કરી હતી કે, આ કેસમાં મૃત્યુદંડની સજાનો સમાવેશ થતો હોવાથી તેમની અપીલની સુનાવણી સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા કરવામાં આવે. પરંતુ કોર્ટે આ માંગણી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કેસની સુનાવણી બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા પણ થઈ શકે છે.
Advertisement
આરોપી વતી દલીલ કરવામાં આવી હતી કે, આ મામલો ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે તેથી મોટી બેન્ચ દ્વારા તેની સમીક્ષા જરૂૂરી છે. નોંધનિય છે કે, વર્ષ 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો જીવતા બળી ગયા હતા. આ કેસમાં કેટલાક ગુનેગારોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
Advertisement
Advertisement