રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એડવોકેટ બનવા સનદ માટે ફી નિર્ધારણ નક્કી કરતી સુપ્રીમ કોર્ટ

03:17 PM Jul 31, 2024 IST | admin
Advertisement

જનરલ કેટેગરી માટે રૂા.750 અને અનામત કેટેગરી માટે રૂા.125થી વધુ ફી નહીં વસુલવા દેશભરના તમામ બાર કાઉન્સિલને આદેશ

Advertisement

એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરવા લેવમાં આવતી સનદ માટેની ફી બાબતે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડે જનરલ કેટેગરીના વકીલો માટે રૂા.750 અને એસસી કે, એસટી કેટેગરીના વકીલો માટે રૂા.125થી વધુ ફી નહીં વસુલવા આદેશ કર્યા બાદ હવે નવા બનતા વકીલોને આર્થિક ફાયદો થશે.

અમલ મામલે દેશભરના બાર કાઉન્સિલ દ્વારા સીજેઆઇને આ મામલે ફેર વિચારણા કરવા રજૂઆત કરવામાં આવશે.

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે. બી.પારડીવાલાની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હવેથી જે તે સ્ટેટ બાર કાઉન્સિલ વકીલાતની સનદ માટે પરચૂરણ ફી, સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય શુલ્કના શીર્ષક હેઠળ કાયદામાં નિર્દિષ્ટ રકમ કરતાં કોઈપણ વધુ રકમ વસૂલી શકશે નહીં. સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા એડવોકેટ્સ એક્ટની કલમ-24(1)(ક) હેઠળ નિર્દિષ્ટ રકમ કરતાં વધુ રકમના રોલમાં વકીલોને સનદ આપવા માટે કોઈપણ વધારાની રકમ વસૂલી શકતા નથી.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું કે, એડવોકેટ એક્ટ-1961ની કલમ-24(1)(ક) અંતર્ગત સ્ટેટ બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને ચૂકવવાપાત્ર એનરોલમેન્ટ ફી(નોંધણી ફી) જનરલ કેટેગરીના એડવોકેટ માટે રૂૂ.750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂૂ.125 નિર્ધારિત કરાયેલી જ છે., તેનાથી વધુ રકમ એનરોલમેન્ટ ફી પેટે સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા વસૂલી શકે નહીં.
અમદાવાદના એડવોકેટ પરમ દવે તથા જુદા જુદા રાજયના વકીલ ગૌરવ શર્મા તથા અન્યો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીની સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશના વકીલોને અસર થાય તેવો રાહતકર્તા ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, દેશના જુદા જુદા રાજ્યોમાં વિવિધ બાર કાઉન્સિલ દ્વારા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે રૂૂ.25 હજારથી લઈ રૂ. 40 હજાર સુધીની મનસ્વી એનરોલમેન્ટ ફી ઉઘરાવાઈ રહી હોવાનું સામે આવ્યું છે. પરંતુ સંસદે એનરોલમેન્ટ ફી એક વખત નિર્ધારિત કરી હોય તેનું જે તે સ્ટેટ બાર કાઉન્સિલ કે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ઉલ્લંઘન કરી શકે નહીં.

કલમ-24(1)(ક) એક રાજકોષીય નિયમનકારી જોગવાઈ હોવાથી તેનું ચુસ્તપણે અર્થઘટન કરવું જોઈએ અને સંસદે તેની સાર્વભૌમ સત્તાના ઉપયોગ માટે રકમ નિર્ધારિત કરી હોવાથી સ્ટેટ બાર કાઉન્સિલ અથવા બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા પ્રતિનિધિ તરીકે કાયદા હેઠળ સંસદ દ્વારા નિર્ધારિત રાજકોષીય નીતિમાં ફેરફાર કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે ખાસ નોંઘ્યું હતું કે, વકીલાતની સનદ માટે વધુ પડતી એનરોલમેન્ટ ફી વસૂલવાથી ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના લોકો માટે તેમના વ્યવસાયને આગળ ધપાવવામાં અવરોધ સર્જાય છે. કાયદામાં નિર્ધારિત રકમ કરતાં કોઈપણ વધારાની વસૂલાત એ બંધારણની કલમ-19(1)(ડી) અને વ્યવસાયિતાના અધિકારના ભંગ સમાન કહી શકાય.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અત્યાર સુધી સ્ટેટ બાર કાઉન્સિલોએ સનદ પેટે વકીલો પાસેથી વૈધાનિક રકમ કરતાં વધુ એકત્ર કરાયેલ નોંધણી ફી પરત કરવાની જરૂૂર નથી. સ્ટેટ બાર કાઉન્સિલે પન આ રકમ રિફંડ કરવાની કોઇ જરૂૂર નથી. પરંતુ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે કાયદામાં નિર્દિષ્ટ ઉપરોકત રકમ જ ઉઘરાવી શકશે.

Tags :
advocatedfeedevlopmenthighcourtindiaindia news
Advertisement
Next Article
Advertisement