કેશ કૌભાંડમાં કાર્યવાહીને પડકારતી જસ્ટિસ વર્માની અરજી ફગાવતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે રોકડ કૌભાંડ કેસમાં જસ્ટિસ યશવંત વર્માની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ વર્માએ તપાસ સમિતિના રિપોર્ટ અને તત્કાલીન CJI દ્વારા તેમને પદ પરથી દૂર કરવાની ભલામણને પડકારી હતી.
જસ્ટિસ વર્માએ અરજીમાં CJI દ્વારા તેમને દૂર કરવાની ભલામણને પડકારી હતી. કોર્ટે જસ્ટિસ વર્માની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તપાસ સમિતિએ નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યું છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે કહ્યું કે જસ્ટિસ વર્માનું વર્તન આત્મવિશ્વાસ પ્રેરિત કરતું નથી, તેથી તેમની અરજી પર વિચાર કરી શકાય નહીં.બેન્ચે કહ્યું કે ઇન-હાઉસ કમિટીની રચના અને તેની તપાસ ગેરકાયદેસર નથી.
CJI અને તેમની ઇન-હાઉસ કમિટીએ પ્રક્રિયાઓનું પાલન કર્યું. તેમણે ફક્ત ફોટા અને વીડિયો અપલોડ કર્યા ન હતા. અમે એમ પણ કહ્યું હતું કે તેની જરૂૂર નથી. પરંતુ તમે તે સમયે તેને પડકાર્યો ન હતો. 20 માર્ચે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ કોલેજિયમની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
ઉપરાંત, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી. નિર્ણય આ તપાસ રિપોર્ટના આધારે લેવાનો છે.જોકે, આ કેસમાં એક નવો વળાંક આવ્યો જ્યારે દિલ્હી ફાયર બ્રિગેડના વડા અતુલ ગર્ગે દાવો કર્યો કે જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને આગ ઓલવતી વખતે અગ્નિશામકોને કોઈ રોકડ રકમ મળી ન હતી.