બુલંદ શહેરની પોસ્ટ ઓફિસમાં CBIના દરોડા બાદ સુપરિન્ટેન્ડેન્ટનો ગોળી ધરબી આપઘાત
ખોટા કામ માટે અમુક કર્મચારીઓ દબાણ કરતા હોવાની સ્યૂસાઇડ નોટ મળી
મંગળવારે સીબીઆઈની ટીમે બુલંદશહેરની હેડ પોસ્ટ ઓફિસ પર આઠ કલાકથી વધુ સમય સુધી દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન સીબીઆઈ અધિકારીઓએ પોસ્ટ ઓફિસમાં તૈનાત નિવૃત્ત કર્મચારીઓની પૂછપરછ કરી, અને ટીમે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ કબજે કર્યા અને તેમને પોતાની સાથે લઈ ગયા. સીબીઆઈના દરોડા પછી તરત જ પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટે પોતાને ગોળી મારી દીધી અને ગોળી વાગતાં તેમનું મૃત્યુ થયું.
CBIની ટીમે 2016થી અત્યાર સુધીના તમામ કર્મચારીઓ સાથે જોડાયેલા દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પોસ્ટ ઓફિસના એક રિટાયર્ડ કર્મચારીની ફરિયાદ બાદ સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. નિવૃત્ત કર્મચારીએ પોતાની ફરિયાદમાં પોસ્ટ ઓફિસના અધિકારીઓ પર મુસાફરી ભથ્થાનું બિલ પાસ ન કરવાનો અને 5 લાખ રૂૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂક્યો હતો. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટલ સુપરિન્ટેન્ડેન્ટ કર્મચારીઓ પાસેથી તમામ કામો માટે લાંચ માંગતો હતો.
આ દરમિયાન સીબીઆઈએ પોસ્ટલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસમાં હાજર કર્મચારીઓની પૂછપરછ કરી અને ઓફિસનો કબજો લઈ લીધો. દરોડા દરમિયાન, ટીમે નિમણૂક, મુસાફરી ભથ્થાં, ઉચાપત અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની ચાર્જશીટ સંબંધિત ફાઇલોની પણ તપાસ કરી હતી. આ ફરિયાદના આધારે સીબીઆઈની ટીમે મંગળવારે સવારે 11 વાગ્યે લગભગ 8 સભ્યો સાથે પોસ્ટ ઓફિસ પર દરોડો પાડ્યો હતો, ત્યારબાદ 10 વાગ્યે સીબીઆઈની ટીમ 8 કલાકથી વધુ સમય પછી ઘણા દસ્તાવેજો સાથે બહાર આવી હતી.
ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટના મૃત્યુ બાદ ત્યાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. ટીપી સિંહે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે કેટલાક કર્મચારીઓ તેના પર ખોટા કામ કરવા માટે દબાણ કરતા હતા, તેથી તે આત્મહત્યા કરી રહ્યો છે. શરૂૂઆતમાં પોસ્ટ ઓફિસના અધિકારીઓએ સીબીઆઈની આ તપાસને વિજિલન્સ ટીમના નિયમિત ઓડિટનો ભાગ ગણાવીને નકારી કાઢી હતી. પરંતુ એસએસપી શ્ર્લોક કુમારે કહ્યું કે તેમને સીબીઆઈના દરોડાની માહિતી મળી છે. જો કે સીબીઆઈ અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ તપાસની પુષ્ટિ થઈ નથી.