"સુના હૈ બહોત સારે લોગ મેરે પીછે પડે હૈ”, સલમાનના સિકંદરનું ટીઝર રિલીઝ
સલમાનની સાથે રશ્મિકા મંદાના, પ્રતિક બબ્બર, શરમન જોશી જોવા મળશે
સલમાન ખાનની બિગ બજેટ એક્શન ફિલ્મ સિકંદર આગામી ઈદ પર રિલીઝ થવાની છે. બિગ બજેટ એક્શન એન્ટરટેઈનરની પહેલી ઝલક આપતું ટીઝર સલમાનના જન્મદિને એટલે કે 27 ડિસેમ્બરે રિલીઝ કરવાનું નક્કી થયુ હતું. જો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગના નિધનના પગલે ટીઝર લોન્ચને પોસ્ટપોન કરાયુ હતું. 1.41 મિનિટના વીડિયોમાં ફિલ્મનું ટીઝર શેર થતાંની સાથે જ હલચલ મચી ગઈ છે. સલમાન ખાનનો દબંગ અને ટાઈગર અવતાર ફરી જોવા મળ્યો છે. સલમાન ખાનનો ડાયલોગ - સુના હૈ બહોત સારે લોગ મેરે પીછે પડે હેં -માં ભાઈજાનનો રીયલ સ્વેગ દેખાય છે.
પ્રોડ્યુસરે સિકંદરનું 1.41 મિનિટનું ટીઝર એક્સ પ્લેટફોર્મ પર શેર કર્યું હતું. જેમાં જણાવ્યુ હતું કે, હવે પ્રતીક્ષા પૂરી થઈ છે. સિકંદરની દુનિયાની સફર માણવા આમંત્રણ છે. ઈદ પર સિનેમામાં મળીશું. ટીઝરની વાત કરીએ તો તેમાં સલમાન ખાનને હથિયારોથી સજ્જ સમુરાઈ યોદ્ધાઓથી ભરેલા રૂૂમમાં પ્રવેશ કરતાં બતાવાય છે. સલમાનને પોતાને અંદાજો છે કે, આ એક ટ્રેપ છે અને તેનો અણસાર આ ડાયલોગ આપે છે. પસુના હૈ બહોત સારે લોગ મેરે પીછે પડે હૈં. બસ મેરે મુડને કી દેર હૈં.
હોલિવૂડના માર્વેલ સ્ટાર્સની જેમ સલમાન ખાને અગાઉ દબંગ, ટાઈગર જેવી ફિલ્મોમાં કમાલ કરેલી છે. સલમાનના સ્વેગ અન સ્ટાઈલ સાથે ‘સિકંદર’ પણ બંધ બેસતી લાગે છે. રહસ્ય અને શક્તિ બંને એકસાથે દેખાય તે રીતે પડછાયામાંથી તેની એન્ટ્રી થાય છે. સાજિદ નડિયાદવાલા પ્રોડક્શન્સના બેનર હેઠળ આ ફિલ્મ બની રહી છે. સાઉથના ડાયરેક્ટર એ મુરગોદાસ તેનું સુકાન સંભાળે છે, ફિલ્મમાં સલમાનની સાથે લીડ રોલમાં રશ્મિકા મંદાના છે. સત્યરાજ, પ્રતિક બબ્બર, કાજલ અગ્રવાલ અને શરમન જોશી પણ મહત્વના રોલમાં જોવા મળશે.