સ્ટુડન્ટ ઓફ ધ યર ફેમ વિશાલ બ્રહ્માની 40 કરોડના ડ્રગ સાથે ઝડપાયો
નાઇજિરિયન ગેંગ દ્વારા ફસાવાયા હોવાનો દાવો
ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2માં સમ્રાટ નામના કોલેજ સ્ટુડન્ટનું પાત્ર ભજવનાર સ્ટ્રગલિંગ એક્ટર વિશાલ બ્રહ્મા ચેન્નઈ એરપોર્ટ પર સોમવારે 40 કરોડ રૂૂપિયાના મેથાક્લોન ડ્રગ સાથે ઝડપાયો હતો. 32 વર્ષીય એક્ટર આસામનો વતની છે. તે સિંગાપોરથી AI 347 ફ્લાઇટથી ચેન્નઈ પરત ફર્યો હતો, ત્યારે DRIએ તેને ગેરકાયદે ડ્રગ સાથે ઝડપી પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટરને પૈસાની જરૂૂરિયાત હોવાથી તેનો લાભ લઈ નાઇજીરિયન ગેંગ દ્વારા ફસાવવામાં આવ્યો છે.
વિશાલને કમ્બોડિયામાં હોલીડે માટે લાલચ આપવામાં આવી હતી, જોકે એક્ટરને પરત ફરતા સમયે એક ટ્રોલી બેગ સાથે લાવવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં ડ્રગ્સ ભરેલું હતું. હાલમાં તપાસ એજન્સી નાઇજીરિયન ગેંગને પકડવા માટે તપાસનો વ્યાપ વધારે એવી અપેક્ષા છે.
નોંધનીય છે કે અગાઉ જૂન મહિનામાં તમિળ એક્ટર્સ ક્રિષ્ના અને શ્રીકાંતની નાર્કોટિક્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જૂનની શરૂૂઆતમાં એક નાઇટ ક્લબમાં થયેલી ઝઘડાથી શરૂૂ થયેલી આ તપાસમાં ડ્રગ્સની હેરાફેરી, નોકરીકૌભાંડ અને જમીન હડપવા સાથે સંકળાયેલું એક મોટું નેક્સસ સામે આવ્યું હતું.