For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ વિડીયો

06:34 PM Jan 23, 2025 IST | Bhumika
વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ  જુઓ વિડીયો

Advertisement

આંધ્રપ્રદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના કોલેજના સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નારાયણ કોલેજના આ વિદ્યાર્થીએ સવારે 10:15 વાગ્યાના અરસામાં અચાનક ક્લાસની બહાર આવીને આ પગલું ભર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીએ ક્લાસરૂમમાંથી બહાર આવ્યા બાદ બિલ્ડીંગની દીવાલ પરથી કુદીને છલાંગ લગાવી હતી.

Advertisement

https://x.com/Nikhilsai887/status/1882348047214297240

ઘટના સમયે વર્ગમાં અભ્યાસ ચાલી રહ્યો હતો. વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે વિદ્યાર્થી કોઈપણ જાતની વાતચીત કર્યા વગર ક્લાસમાંથી નીકળી ગયો હતો. આ પછી તેણે સીધી બિલ્ડિંગની દીવાલ પરથી કુદીને છલાંગ લગાવી હતી.. વિદ્યાર્થીએ આ પગલું ભરતાં જ તેના સહાધ્યાયીઓ બહાર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના પાછળના કારણો હજુ જાણવા મળ્યા નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું ગંભીર પગલું કેમ ભર્યું તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ઘટનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તેમજ તેના પરિવારજનો અને મિત્રો સાથે વાત કરીને વિદ્યાર્થીની માનસિક સ્થિતિ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement