For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ICCની કડક કાર્યવાહી, ક્રિકેટર રિઝવાન પર 17 વર્ષનો પ્રતિબંધ

12:51 PM Feb 16, 2024 IST | Bhumika
iccની કડક કાર્યવાહી  ક્રિકેટર રિઝવાન પર 17 વર્ષનો પ્રતિબંધ
  • ભ્રષ્ટાચાર વિરોધી નિયમનના ભંગની બાબત

Advertisement

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મોટી કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચારી વિરોધી નિયમોના ઉલ્લંઘન માટે ક્રિકેટર પર સાડા 17 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. આઈસીસીએ વર્ષ 2024માં યુએઈમાં રમાયેલી ટી10 લીગ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘન માટે ક્લબ ક્રિકેટર રિઝવાન જાવેદને દોષી ઠેરવ્યો છે. સાથે અમીરાત ક્રિકેટ બોર્ડને ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના પાંચ અલગ-અલગ ઉલ્લંઘનો માટે દોષી ઠેરવી છે.

આઈસીસીએ જાણકારી આપતા કહ્યું- રિઝવાન તે આઠ ખેલાડીઓ અને અધિકારીઓમાં સામેલ છે, જેણે આઈસીસીએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં 2021 અબુધાબી ટી10 ક્રિકેટ લીગ અને ભ્રષ્ટાચારના પ્રયાસોના સંબંધમાં ઈસીબી તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો.

Advertisement

આઇસીસી આચાર સંહિતા સમિચિના ચેરમેન માઇકલ જે બેલોફ કેસી, જે ઈસીબીની અનુશાસન પેનલના રૂૂપમાં કામ કરી રહ્યાં છે. રિઝવાન આરોપોનો જવાબ આપી શક્યો નહીં. ત્યારબાદ માઇકલે આ ચુકાદો આપ્યો છે. રિઝવાનને આર્ટિકલ 2.1.1 ની ત્રણ અલગ-અલગ રીતે અબુધાબી ઝ10 2021 મા મેચોને ફિક્સ કરવા, અયોગ્ય રીતે મેચ કે મેચના પાસાને પ્રભાવિત કરવાના પ્રયાસમાં સામેલ થવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement