યુપીમાં રખડતા કૂતરાઓને થશે આજીવન કેદ
પહેલીવાર કરડે તો 10 વર્ષ સુધી એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં રખાશે, બીજીવાર ગુનો કરશે તો બહારની દુનિયા નહીં જુએ
gujarat news, rajkot, rajkot news, gujaratગુજરાત મિરર નવી
કૂતરાઓ દ્વારા સતત હુમલાઓને કારણે જનતાને થઈ રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે એક નવો આદેશ જારી કર્યો છે. આ મુજબ, હુમલો કરનારા કૂતરાઓને આજીવન કેદની સજા થઈ શકે છે. આ નિર્ણય રાજ્યના તમામ મ્યુનિસિપલ સંસ્થાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે.
આ નવો નિયમ પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં સ્થિત એનિમલ બર્થ કંટ્રોલ (ABC) સેન્ટરમાં લાગુ કરવામાં આવ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કૂતરાઓના હિંસક વર્તનને નિયંત્રિત કરવાનો છે. આ પગલું સરકારી આદેશ પછી લેવામાં આવ્યું છે, જે મુજબ જો કૂતરાઓ પસીરીયલ અપરાધીથ હોવાનું માલૂમ પડશે તો તેમને જેલમાં મોકલવામાં આવશે.
જ્યારે કોઈ કૂતરો પહેલી વાર કોઈને કરડે છે, ત્યારે તેને 10 દિવસ માટે અઇઈ સેન્ટરમાં રાખવામાં આવશે. પીડિત વ્યક્તિએ સરકારી હોસ્પિટલમાંથી સારવારનું પ્રમાણપત્ર આપવું પડશે. આ પછી, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કૂતરાને પકડીને કેન્દ્રમાં લઈ જશે, જ્યાં તેની સારવાર અને દેખરેખ રાખવામાં આવશે. છૂટા પડતા પહેલા, કૂતરા પર માઇક્રોચિપ લગાવવામાં આવશે જેથી તેના વર્તન અને સ્થાનનું નિરીક્ષણ કરી શકાય.
જો 10-15 દિવસની સજા પછી પણ કૂતરાનું વર્તન બદલાતું નથી અને તે કોઈપણ ઉશ્કેરણી વિના બીજા વ્યક્તિને કરડે છે, તો તેને પરીત-રીત કરડવુંથ ગણવામાં આવશે અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે. આ માટે, ત્રણ સભ્યોની ટીમ તપાસ કરશે કે શું કૂતરાએ ખરેખર બે વાર કરડ્યું છે અને શું તેને હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો. આ ટીમમાં પશુધન અધિકારીઓ, સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિઓ અને જઙઈઅ ના સભ્યોનો સમાવેશ થશે.
પ્રયાગરાજના કરેલી સ્થિત એબીસી સેન્ટરમાં કૂતરાઓ માટે બેરેક અને આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે, જે માનવીઓ માટેની જેલની જેમ જ છે. હાલમાં, અહીં 190 કૂતરા છે, જેમની સંભાળ રાખવા માટે સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. આજીવન કેદની સજા પામેલા કૂતરાને ત્યારે જ મુક્ત કરી શકાય છે જ્યારે કોઈ તેને સત્તાવાર રીતે દત્તક લે અને તેની સંપૂર્ણ જવાબદારી લે. આવો આદેશ 10 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો અને પ્રયાગરાજમાં તાત્કાલિક અમલમાં આવ્યો છે.