રાહુલ ગાંધીના નિવેદનને લઈને અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર બબાલ, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયો પથ્થરમારો
રાહુલ ગાંધીના નિવેદનને લઈને અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બાહર ભારે બબાલ થયો હતો. કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. અને બંને વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. વાતાવરણ એટલી હદે તંગ બની ગયું હતું કે, બન્ને પાર્ટીના કાર્યકરો લાઠીઓ લઇને સામસામે આવી ગયા હતા.પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે. જેને 108 મારફત હોસ્પિટલ ખસેડાયો છે. ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા સાથે પથ્થરમારો શરૂ કર્યો હતો.
પોલીસે આ મામલે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના પ્રગતિ આહીર સાથે પણ પોલીસની ઝપાઝપી થઇ હતી. કોંગ્રેસના નેતાઓએ ભાજપને પડકાર ફેંક્યો હતો. ભાજપે પડકાર ઝીલી કોંગ્રેસ કાર્યાલય પર ધમાલ મચાવી હતી.અમદાવાદમાં આશ્રમ રોડ પર જ હિંસાના દ્રશ્યો સર્જાયા હતા.
ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સાંસદમાં ભાષણ આપ્યું હતુ તેમણે તે દરમિયાન હિન્દૂ ઉપર અભદ્ર ટિપ્પણી કરતા ભાજપે વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે સમગ્ર દેશમાં ભાજપ કોંગ્રેસનો વિરોધ કરી રહી છે.