રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહિલા અંડર-19 ફૂટબોલમાં ભારતને વિજયી જાહેર કર્યા બાદ પથ્થરમારો

01:07 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

બાંગ્લાદેશના પ્રેક્ષકો ઉશ્કેરાયા, અંતે ભારત-બાંગ્લાદેશ સંયુક્ત વિજેતા જાહેર

Advertisement

ભારતને ગુરુવારે યજમાન બાંગ્લાદેશ સાથે SAFF મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપમાં સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. નિર્ધારિત 90 મિનિટની રમત બાદ મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ પણ ડ્રો રહ્યો હતો.બાદમાં ટોસના આધારે બાંગ્લાદેશને લાગ્યું કે તેઓ મેચ જીતી ગયા છે. પરંતુ આ પછી બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. જ્યારે પરિણામ તેમની ટીમની તરફેણમાં ન આવ્યું તો બાંગ્લાદેશી ચાહકો ગુસ્સે થઈ ગયા અને ભારતની મહિલા ટીમ પર પથ્થરમારો કર્યો અને બોટલો ફેંકવા લાગ્યા હતા.મેચ અધિકારીઓએ સિક્કો ઉછાળીને ભારતને ટૂર્નામેન્ટના વિજેતા જાહેર કરતાની સાથે જ બાંગ્લાદેશી ચાહકોએ મેદાન પર પથ્થરો અને બોટલો ફેંકવાનું શરૂૂ કરી દીધું હતું. આ પછી આ પરિણામ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. નિર્ધારિત 90 મિનિટની રમત બાદ બંને ટીમો વચ્ચેની રમત 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ રમાડવામાં આવ્યું હતું પરંતુ તે પણ ડ્રો રહ્યું હતું અને અને ગોલકીપર્સ સહિત બંને ટીમના તમામ 11 ખેલાડીઓએ તેમની પેનલ્ટી કિકને ગોલમાં ફેરવી.
સ્કોરલાઈન 11-11 સુધી પહોંચ્યા પછી રેફરી પેનલ્ટી શૂટઆઉટ ચાલુ રાખવાના હતા, પરંતુ પછી તેમને તેમ ન કરવા કહેવામાં આવ્યું. આ પછી તેમણે બંને પક્ષના કેપ્ટનોને બોલાવ્યા અને ટોસ ઉછાળ્યો હતો. ભારત ટોસ જીતવામાં સફળ રહ્યું અને જશ્ન મનાવવાનું શરૂૂ કર્યું હતું. બાંગ્લાદેશીઓએ આનો વિરોધ કર્યો અને તેમના ખેલાડીઓએ લાંબા સમય સુધી મેદાન છોડવાની ના પાડી. આ પછી સર્વત્ર અરાજકતાનો માહોલ હતો અને ભીડ મેદાનમાં બોટલો ફેંકવા અને સૂત્રોચ્ચાર કરવા લાગી હતી.એક કલાકથી વધુ સમય બાદ મેચ કમિશનરે શરૂૂઆતમાં ટોસ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓએ પોતાનો નિર્ણય બદલ્યો અને ભારત અને બાંગ્લાદેશને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા. એઆઇએફએફના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન તરફથી આ એક સારો સંકેત હતો. અમે બંને પક્ષોને સંયુક્ત વિજેતા જાહેર કરવાના નિર્ણયને સ્વીકાર્યો છે. ટૂર્નામેન્ટના નિયમો અંગે મેચ અધિકારીઓ તરફથી મૂંઝવણ હતી, જેના કારણે અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયા હતા.

Tags :
INDAIindia newsSportssports newswomen's under-19 football
Advertisement
Next Article
Advertisement