For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારમાં મંદી અટકી: સેન્સેક્સ-નિફ્ટીમાં સતત બીજા દિવસે બાઉન્સબેક

11:08 AM Aug 07, 2024 IST | Bhumika
શેરબજારમાં મંદી અટકી  સેન્સેક્સ નિફ્ટીમાં સતત બીજા દિવસે બાઉન્સબેક
Advertisement

સેન્સેક્સમાં 1046 અને નિફ્ટીમાં 314 પોઈન્ટનો વધારો

ભારતીય શેરબજારની શરૂઆત ધડાકા સાથે થઈ છે. બજાર ખુલતા પહેલા જ GIFT નિફ્ટી 192 પોઈન્ટના વધારા સાથે 24320 પર ટ્રેડ કરી રહ્યો હતો અને 0.80 ટકાના ઉછાળા સાથે જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી લગભગ 466 પોઈન્ટ વધીને 50215ની ઉપર પહોંચી ગઈ છે અને નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો છે. આજે રિયલ્ટી ઇન્ડેક્સની ચમક ઘણી વધી ગઈ છે કારણ કે LTCGના નિર્ણયમાં સુધારા અને બજેટના ઇન્ડેક્સેશનના સમાચારે રિયલ એસ્ટેટ શેર્સમાં વધારો કર્યો છે.

Advertisement

ગઈકાલે લગભગ ફ્લેટ 78,593ના લેવલે બંધ થયેલ સેન્સેક્સ આજે 972 પોઈન્ટ વધીને 79,565 પર ખુલ્યો હતો. બાદમાં વધુ તેજીથી 1046 પોઈન્ટનો વધારો નોંધાતા 79,639ના નવા હાઈ પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ આજે ફરી 24,000ની સપાટી પાર કરવામાં સફળ રહી હતી. ગઈકાલે 23,992ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 297 પોઈન્ટ ઉછળીને 24,289 પર ખુલી હતી. વધુ તેજીથી નિફ્ટીમાં ગઈકાલના બંધથી 314 પોઈન્ટ વધીને 24,306 પર પહોંચી હતી. કરન્સી માર્કેટમાં ભારતીય રૂૂપિયો આજે 8 પૈસા મજબૂત થઈને ખુલ્યો હતો.

શેરબજારમાં આજે સૌથી વધુ ઉછાળો જોવાયો હતો તેવા 10 શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેર 2.23%, ઈન્ફોસીસ 2.19%, એચસીએલ ટેક 2% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય અદાણી પોર્ટના શેરમાં 1.55% અને ટાટા સ્ટીલમાં 1.50%નો વધારો જોવા મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement