GSTના સુધારા છતાં શેરબજાર નાખુશ: સેન્સેકસ અને નિફટી ઘટાડા સાથે ખુલ્યાં
તહેવારો શરૂ થતા સોના-ચાંદીમાં તેજી, રાજકોટમાં સોનું 1 લાખ 15 હજાર સુધી પહોંચ્યું
કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં ભારે ઘટાડો કર્યા પછી શેર બજારમાં શરૂઆતી નેગેટીવ ટોન જોવા મળ્યા બાદ બજારમાં રીકવરી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે શેર બજારમાં તેજીની અપેક્ષા હતી. પરંતુ માર્કેટ 450 પોઇન્ટ નીચે ફસકી ગયું હતું. જયારે નીફટી પણ 100 પોઇન્ટ નીચે ટ્રેડ થયો હતો. જો કે બાદમાં ઓટો શેરની તેજીના સથવારે માર્કેટમાં રીકવરી જોવા મળી હતી.
અત્યારી સવારે 10 વાગ્યાના સમયે શેરબજારમાં સેન્સેકસ રીકવરી થઇને 82532 પર જોવા મળી રહ્યો છે. જયારે નીફટી 25316 પર જોવા મળી રહ્યો છે. જયારે નીફટી બેંક 120 પોઇન્ટ ઉપર જોવા મળી રહ્યો છે.
જો કે સોના-ચાંદી બજારમાં ચમક જોવા મળી હતી. આસો મહીનાની શરૂઆતના પ્રથમ દિવસે જ આજે માર્કેટમાં ચમકારો જોવા મળ્યો હતો.આજે સોનામાં પ્રતિ 10 ગ્રામે 750 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલોએ 2350 રૂપીયાનો વધારો જોવા મળ્યો હતો.
રાજકોટની બજારમાં હાજરમાં સોનું 1 લાખ 15 હજારની નજીક પહોંચી ગયું છે. વેપારીઓ માની રહ્યા છે કે હવે દિવાળી સુધી ખરીદી રહેશે. સોનાની ડીમાન્ડમાં પણ ભારે વધારો જોવ મળ્યો છે. જેને કારણે સોના-ચાંદી માર્કેટમાં તેજી જોવા મળી છે. દિવાળી સુધીમાં સોનુ 1 લાખ 20 હજાર સુધી પહોંચે તો નવાઇ નહીં.