For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારની ધમાકેદાર શરૂઆત: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ સાથે ખૂલ્યો, નિફ્ટીમાં પણ ઉછાળો

10:48 AM Dec 14, 2023 IST | Bhumika
શેરબજારની ધમાકેદાર શરૂઆત  સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ સાથે ખૂલ્યો  નિફ્ટીમાં પણ ઉછાળો

શેરબજાર આજે એટલે કે ગુરુવારે (14 ડિસેમ્બર) ફરી સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયું છે. સેન્સેક્સ આજે 70500ને પાર કરી વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે. આજે તેણે 70540ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે, જ્યારે નિફ્ટી પ્રથમ વખત 21,189ની સપાટીએ પહોંચ્યો છે. સવારે 10:11 વાગ્યાની આસપાસ નિફ્ટી 242 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 21168ના સ્તરે હતો જ્યારે સેન્સેક્સ 871 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 70456 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Advertisement

9:15 pm: અમેરિકન શેરબજારોમાં ઉત્સાહ બાદ આજે સ્થાનિક શેરબજારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરબજારે આજે પણ રેકોર્ડ તોડવાની શરૂઆત કરી છે. સેન્સેક્સ 561 પોઈન્ટના વધારા સાથે 70146 ના ઓલટાઈમ હાઈ લેવલે ખુલ્યો, જ્યારે નિફ્ટી 50 એ 184 પોઈન્ટના ઉછાળા સાથે 21110 ના સ્તર પર આજે દિવસના કારોબારની શરૂઆત કરી. સવારે 9:17 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 70237ની સર્વોચ્ચ ટોચ પર હતો. આ સમય સુધીમાં તે 653 પોઈન્ટ ઉછળ્યો હતો.

તમને જણાવી દઈએ કે બુધવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ જાન્યુઆરી 2022 પછી તેની પ્રથમ રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે. ડાઉ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 512.3 પોઈન્ટ અથવા 1.4% વધીને 37,090.24 પર, જ્યારે S&P 500 63.39 પોઈન્ટ અથવા 1.37% વધીને 4,707.09 પર પહોંચ્યો. નાસ્ડેક કમ્પોઝિટ 200.57 પોઈન્ટ અથવા 1.38% વધીને 14,733.96 પર છે.

Advertisement

સવારના બજારે નવો ઈતિહાસ રચ્યો હતો. સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ ઉછળીને 70381ની નવી ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 2148ની સપાટીને સ્પર્શ્યો હતો. આઈટી શેરોમાં બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ટેક મહિન્દ્રા 2.53 ટકાના વધારા સાથે 1246.85 પર હતો. HCL ટેક પણ 2.49 ટકા વધીને રૂ. 1403.35 પર હતો. LTIM 2.18 ટકા વધીને રૂ. 5852.15 પર ટ્રેડ કરી રહ્યો હતો, Infosys 2.13 ટકા વધીને રૂ. 1479.80 પર અને TCS 1.91 ટકા વધીને રૂ. 3662.05 પર ટ્રેડ કરી રહ્યો હતો.

બજારમાં તેજીના 4 કારણો

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે.
વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.
ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો થવાથી બજાર પણ મજબૂત બન્યું છે.
ફેડએ સતત ત્રીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement