શેરબજારનો ‘મંગળ’ પ્રારંભ: સેન્સેક્સ-નિફ્ટીમાં 2%નો વધારો
ગઇકાલે ટ્રમ્પે સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટરની આયાતને ટેરિફના દાયરાની બહાર રાખવાની જાહેરાત કરતાં વિશ્ર્વભરના શેરમાર્કેટોમાં તેજી, ભારતીય શેરબજારમાં રોકાણકારો 10 સેક્ધડમાં 6 લાખ કરોડ કમાયા, નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 3%નો વધારો
સોમવારે આંબેડકર જયંતીની રજા બાદ આજે ભારતીય શેરબજારમા મંગળ તેજી સાથે પ્રારંભ થયો છે. શરૂઆતની સેક્ધડોમા નીફટી અને સેન્સેકસમા ર ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ગયા અઠવાડીયે 7પ157 ના લેવલ પર બંધ થયેલ સેન્સેકસ 1695 અંક ઉછળીને 76852 પર ખુલ્યો હતો. જયારે નીફટી પણ 540 પોઇન્ટ ઉછળીને 23368 પર ખુલી હતી. વૈશ્ર્વીક લેવલે જાપાનનો નીકકી 225 પોઇન્ટ જયારે ટોપીક ઇન્ડેક્ષ 1.16 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત વિશ્ર્વભરના ઓટો શેરોમા ભારે તેજી જોવા મળી હતી.
ઈલેક્ટ્રોનિક્સ પર ટેરિફ પર રોકે દુનિયાભરના માર્કેટમાં તેજી લાવી દીધી છે. ભારતમાં ઘરેલું ઇક્વિટી બેન્ચમાર્ક ઈડેક્સ બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી 50માં લગભગ બે ટકાની તેજી જોવા મળી હતી. તમામ સેક્ટરનો નિફ્ટી ઈન્ડેક્સ ગ્રીન છે અને નિફ્ટી ઓટો, નિફટી બેન્ક અને નિફ્ટી રીયલ્ટીમાં 2-2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં સારી ખરીદદારી જોવા મળી હતી. ઓવરઓલ વાત કરીએ તો બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 6.44 લાખ કરોડ વધી ગયું છે એટલે કે રોકાણકારોની સંપત્તિ માર્કેટ ખુલતા જ 6.44 લાખ કરોડ રૂૂપિયા વધી ગઇ છે. બીએસઇ સેન્સેક્સ હાલમાં 1436.58 પોઇન્ટ્સ એટલે કે 1.91 ટકાની તેજી સાથે 76593.84 અને નિફ્ટી 50 454.95 પોઇન્ટ્સ એટલે કે 1.99 ઉછળીને 23283.50 પર છે.
અમેરિકન સરકારે ચીનથી મોટી માત્રામાં આયાત કરાયેલા સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓને ટેરિફના દાયરામાં મુકિત આપી છે. જાપાનનો નિક્કી 225 પોઈન્ટ અથવા 1.15 ટકા વધ્યો જ્યારે ટોપિક ઇન્ડેક્સ 1.16 ટકા વધ્યો હતો. ઓટો શેરોમાં સૌથી વધુ તેજી રહી હતી. સુઝુકી મોટરના શેર 5.28 ટકા વધ્યા હતા, જ્યારે મઝદા મોટરના શેર 5.08 ટકા, હોન્ડા મોટરના શેર 5.50 ટકા અને ટોયોટા મોટરના શેર 4.483 ટકા વધ્યા હતા.
11 એપ્રિલ 2026ના રોજ બીએસઇ પર લિસ્ટેડ તમામ શેરની કુલ માર્કેટ કેપ 3,93,82,333.22 કરોડ રૂૂપિયા હતું. આજે એટલે કે 15 એપ્રિલના રોજ માર્કેટ ખુલતા જ આ 4,07,99,635.75 કરોડ રૂૂપિયા પર પહોંચી ગઇ હતી. જેનો અર્થ થાય છે કે રોકાણકારોની કુલ સંપત્તિ 6,44,061.7 કરોડ રૂૂપિયા વધી ગઇ છે.
રૂપિયામાં સતત મજબૂતી યથાવત, ડોલર સામે 29 પૈસાનો વધારો
ટ્રમ્પની ટેરીફ નીતિને કારણે ડોલરનુ ધોવાણ સતત ચાલુ રહયુ છે અને ભારતીય અર્થતંત્રમા મજબુતીનાં સંકેત મળતા રૂપિયો મજબુત બની રહયો છે. આરબીઆઇ દ્વારા રેપો રેટ પણ ઘટાડવામા આવ્યો છે જેને લીધે રૂપિયાની મજબુતીને ટેકો મળ્યો છે. આજે શરૂઆતનાં વેપારમા ભારતીય રૂપિયો અમેરીકન ડોલર સામે ર9 પૈસા સુધરીને 85.81 પર ટ્રેડ થયો હતો. સ્થાનીક માર્કેટમા સકારાત્મક વલણ અને ક્રુડ ઓઇલનાં ભાવમા પુલબેકને લીધે રૂપિયાની મજબુતીને સતત ટેકો મળી રહયો છે. રૂપિયો હજુ વધુ મજબુત થશે તેવુ એક્ષ્પર્ટ લોકો માની રહયા છે.