For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘટાડા સાથે શેર બજારની શરૂઆત, સેન્સેક્સ 700 અંકે ગબડી પડ્યો, જાણો કયા-કયા શેરોને નુકસાન

10:29 AM Sep 04, 2024 IST | Bhumika
ઘટાડા સાથે શેર બજારની શરૂઆત  સેન્સેક્સ 700 અંકે ગબડી પડ્યો  જાણો કયા કયા શેરોને નુકસાન
Advertisement

વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે વેપારની શરૂઆત થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો. BSE સેન્સેક્સ 709.94 પોઈન્ટ ઘટીને 81,845.50 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 189.90 (-0.75%) ઘટીને 189.90 પોઈન્ટ પર ખુલ્યો હતો. આ સાથે જ બેન્ક નિફ્ટીમાં લગભગ 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકેપમાં લગભગ 500 પોઈન્ટનું નુકસાન જોવા મળ્યું છે.
જીક હતો.

લગભગ તમામ મોટા શેરો ખોટમાં છે
સેન્સેક્સ પરના મોટાભાગના શેર શરૂઆતના વેપારમાં ખોટમાં છે. માત્ર 3 શેરો એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા અને બજાજ ફિનસર્વ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ જેવા આઈટી શેર 1.25 ટકા સુધી તૂટ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ સૌથી વધુ 2 ટકા ડાઉન હતો. એલએન્ડટી, ટાટા સ્ટીલ, એનટીપીસી, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એક્સિસ બેંક, એસબીઆઈ જેવા શેરોમાં 1 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

Advertisement

મંગળવારે સ્થાનિક બજાર મર્યાદિત રેન્જમાં કારોબાર કર્યા પછી લગભગ સપાટ બંધ થઈ ગયું. ગઈકાલના કારોબારમાં સેન્સેક્સ 4.41 પોઈન્ટ (0.0053 ટકા)ના મામૂલી ઘટાડા સાથે 82,555.44 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગના અંતે નિફ્ટી 1.15 પોઈન્ટ (0.0046 ટકા)ના મામૂલી વધારા સાથે 25,279.85 પોઈન્ટ પર બંધ થયો હતો. તે પહેલા સપ્તાહના પ્રથમ દિવસે બજાર નવી ટોચે પહોંચી ગયું હતું. સેન્સેક્સ 82,725.28 પોઈન્ટના નવા ઓલ ટાઈમ હાઈ લેવલે અને નિફ્ટીએ 25,333.65 પોઈન્ટના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement