શેરબજાર-ચાંદીમાં નરમાઇનો ટોન દેખાયો સેન્સેકસમાં 350 અંક, ચાંદીમાં રૂા.2000નો ઘટાડો
મિડકેપ નિફ્ટીમાં 700 પોઇન્ટ અને બેંક નિફ્ટીમાં 500નો પોઈન્ટ ઘટાડો નોંધાયો
છેલ્લા બે દિવસથી શેરબજારમાં 1000 પોઇન્ટ વધ્યા બાદ આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.આજે શરૂૂઆતથી શેર બજારમાં નેગેટિવ વલણ જોવા મળતા સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 108 પોઇન્ટ નીચે જોવા મળી છે.
જોકે આજે માર્કેટમાં સૌથી મોટું ધોવાણ મીડ કેપ શેરોમાં જોવા મળ્યું હતું. મિડકેપ નિફ્ટી 700 પોઇન્ટ અને બેંક નિફ્ટી માં 475 પોઇન્ટની મોટું ગાબડું પડ્યું હતું. આના પરિણામે આજે શેર બજારમાં 2000 જેટલી સ્ક્રીપ્ટોમાં વેચાણ જોવા મળ્યું હતું.જ્યારે 500 શેરોમાં થોડી ખરીદી જોવા મળી હતી. આજે નિફ્ટી બેંકના તમામ બહાર શેરોમાં પણ વેચવાની જોવા મળી હતી. આ ઉપરાંત રિલાયન્સ ટીસીએસ માં પણ મામલી વધઘટ જોવા મળતા શેર બજાર ઊંચકાયું ન હતું.
બીજી તરફ સવારે સોના અને ચાંદી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એક સમયે સોનુ 1000 રૂૂપિયા નીચે જોવા મળ્યું હતું પરંતુ ત્યાંથી બજારમાં રિકવરી કરતા સોનું 500 રૂૂપિયા ઉપર જોવા મળ્યું છે.
જોકે ચાંદીમાં ઘટાડો યથાવત રહ્યો હતો અને આજે પણ આ ચાંદીમાં પ્રતિ કિલોએ 2000 નો ઘટાડો નોંધાયો હતો.એમસીએક્સ માં સોનુ 123000 અને ચાંદી 151000 ના ભાવ પર જોવા મળ્યો હતો