શેરબજારમાં તોફાની તેજીની વાપસી, નિફટી 25900ને પાર, સેન્સેક્સમાં 700 અંકનો વધારો
આજે શેર બજારમાં અમેરિકામાં ફ્રેડરેલ શટડાઉનો અંત અને ભારત સાથે નજીકના ભવિષ્યમાં જ વ્યાપ કરારની આશાએ બજારમાં પોઝિટીવ માહોલ સર્જાતા સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. શરૂૂઆતના તબક્કામાં સેન્સેક્સ ના તમામ શેરમાં ખરીદી જોવા મળી હતી જેના પગલે દિવસભર માર્કેટમાં તેજી જોવા મળી હતી.
રશિયાના રાષ્ટ્રપતિ પુટીન પણ પાંચમી ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે જેને પણ એક પોઝિટિવ સાઇન ગણવામાં આવી રહી છે.
આજે શેર બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો સેન્સેક્સ 700 પોઇન્ટ વધતા 84,652નો હાઈ જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ આજે 200 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. નિફ્ટીમાં 25934 નો હાઈ આજે જોવા મળ્યો હતો. આજે રિલાયન્સના ભાવમાં પણ તેજીને કારણે માર્કેટને ઊંચકવામાં મદદ મળી હતી. નિફ્ટી આઈટી તેમજ મીડકેપ શેરોમાં ભારે તેજી જોવા મળતા શેરબજારમાં આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.
ટીસીએસ ઇન્ફોસીસ વિપ્રો તેમજ રિલાયન્સ જેવી કંપનીમાં આજે ભારે ખરીદી જોવા મળી હતી બેંક નિફ્ટીમાં પણ 250 પોઈન્ટ નો વધારો જોવા મળ્યો હતો. જો આ ટ્રેડ ચાલુ રહેશે તો એક બે દિવસમાં નિફટી ફરી એક વખત 26,000 ની સપાટીને પાર કરી જશે.