શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારો
ગઈકાલે એમિટી બજારમાં પોઝિટિવ સંકેત બાદ આજે ભારતીય શેરબજાર શરૂૂઆતના તબક્કાથી જ પોઝિટિવ સંકેતો સાથે ખુલ્યું હતું સવારના સત્રમાં 200 પોઇન્ટ ની લીડ સાથે સેન્સેક્સ શરૂૂ થયા બાદ બપોર બાદ વધુ પોઝિટિવ સંકેતોને કારણે સેન્સેક્સમાં 600 નો ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીમાં પણ 185 નો વધારો નોંધાયો હતો.
શરૂૂઆતના તબક્કાથી જ મેટલ, રિયલટી શેરોમાં ભારે ખરીદારી જોવા મળી હતી. ઉપરાંત મીડકેપ શેરમાં પણ પોઝિટિવ સંકેતોને આધારે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સની ઉપરાંત મીડ કેપ 100 પણ 580 પોઈન્ટ વધ્યો હતો. બેન્કિંગ શહેરોમાં પણ આજે વધારો જોવા મળતા બેંક નિફ્ટી પણ 275 ઉપર જોવા મળી હતી.
છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીમાં ભારે વધારો જોવા મળ્યો છે ત્યારે શેર બજારમાં પણ મજબૂત સંકેતો સાપડી રહ્યા છે વિશ્વભરમાં યુદ્ધ રોકવાના અને શાંતિના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે તેની કેટલીક અસરો શેર બજારમાં પણ જોવા મળી રહી છે. જીએસટી ઘટ્યા બાદ ખરીદીનો માહોલ પણ સુધર્યો છે. જેને કારણે અનેક સેગમેન્ટના શેરમાં પણ તેજી જોવા મળી રહે છે.
ઓટો કંપનીના શેરો માં ખરીદીનો માહોલ સર્જાતા ઓટો નિફ્ટીમાં પણ ખરીદીના માહોલ જોવા મળી રહ્યો છે. આવનારા દેશોમાં જો પોઝિટિવ વલણ રહેશે તો નિફ્ટી 25,400 ને પાર કરશે