શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 800 અંકનો વધારો
આજે ઘણા દિવસોની મંદી પછી શેરબજારમાં તેજીનો પ્રારંભ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ગ્રીનઝોનમાં ઓપન થયા છે. સેન્સેક્સમાં ગઈકાલે 77,339ના બંધ સામે આજે 77,548 પર ખુલ્યો હતો. પરંતુ શરૂઆતની તેજીથી જ સેન્સેક્સમાં જોરદાર તેજી સાથે 78,177 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ આજે 23,700ની સપાટી કુદાવી દેતા 23,709 પર ટ્રેડ થઈ હતી.
શરૂૂઆતના વેપારમાં BSEસેન્સેક્સ 591.19 પોઈન્ટ વધીને 77,930.20 પર પહોંચ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 188.5 પોઈન્ટ વધીને 23,642.30 પોઈન્ટ પર પહોંચ્યો હતો. કારોબારની શરૂૂઆતના થોડા સમય બાદ સેન્સેક્સ 800 પોઈન્ટની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીએ 23700ના સ્તરને પાર કરી લીધો હતો.
સેન્સેક્સના 30 શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ વધ્યા હતા. બજાજ ફિનસર્વ અને કોટક મહિન્દ્રા બેંક પાછળ હતા.
એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો અને હોંગકોંગમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે શાંઘાઈમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે અમેરિકન બજારો મોટાભાગે તેજી સાથે બંધ થયા હતા. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.26 ટકા વધીને 73.49 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
સોમવારે, સતત ચોથા દિવસે, ઇજઊના 30 શેરો વાળા સેન્સેક્સ 241.30 પોઈન્ટ્સ અથવા 0.31 ટકા ઘટીને 77,339.01 ના સ્તર પર બંધ થયા છે. સતત સાતમા દિવસે નિફ્ટી 78.90 પોઈન્ટ અથવા 0.34 ટકા ઘટીને 23,453.80 પર બંધ રહ્યો હતો.