For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાત દી’ બાદ શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 1100નો ઉછાળો

03:48 PM Nov 19, 2024 IST | Bhumika
સાત દી’ બાદ શેરબજારમાં તેજી  સેન્સેક્સમાં 1100નો ઉછાળો
Advertisement

નિફ્ટીએ ફરી 23,700ની સપાટી કુદાવી, રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડનો વધારો

શેરબજારમાં છેલ્લા સળંગ સાત દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા નીચા મથાળે ખરીદીનું પ્રમાણ વધતાં આજે સેન્સેક્સ 1112.64 પોઈન્ટ ઉછળ્યો છે. રિયાલ્ટી અને ટેક્નોલોજી શેર્સમાં પણ લેવાલી વધતાં ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ આજે તેજી જોવા મળતા ફરી 23,780ની સપાટી કુદાવી દીધી હતી.

Advertisement

સેન્સેક્સ ગઈકાલે 77,339ના બંધ સામે આજે 209 પોઈન્ટ ઉછળીને 77,548 પર ખુલ્યો હતો. પરંતુ સતત લેવાલીના પગલે અંદાજે 11:45 વાગ્યે 1112 પોઈન્ટ ઉછળીને 78,451ના હાઈ સુધી પહોંચ્યો હતો. નિફ્ટી ગઈકાલના 23,453ના બંધ સામે 76 પોઈન્ટ વધીને 23,529 પર ખુલી હતી. બપોરે પોણા બાર વાગ્યે નિફ્ટી ગઈકાલના બંધથી 327 પોઈન્ટ વધીને 23,780ના હાઈ પર ટ્રેડ થઈ હતી.

સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓવરઓલ માહોલ સુધારા તરફી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી મંદીનો સામનો કરી રહેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. રિયાલ્ટી, પીએસયુ, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, પાવર, કેપિટલ ગુડ્સ, આઈટી ઈન્ડેક્સ 1.50 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.

એશિયન શેરબજારોના સથવારે સ્થાનિક શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. આજે બીએસઈ ખાતે ટ્રેડેડ 3791 શેર્સ પૈકી 2870માં સુધારો અને 782માં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 267 શેર્સમાં અપર સર્કિટ અને 256 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. સેન્સેક્સ પેકમાં પણ 30 પૈકી માત્ર ચાર શેર્સ 0.57 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે અન્ય 26માં 3 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.

માર્કેટ નિષ્ણાતોના મતે, આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ જળવાઈ રહેશે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી. ટ્રમ્પ સત્તાની કમાન સંભાળે અને નવી નીતિઓ અંગે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે. હાલ, ફોરેન હેજ ફંડ મેનેજર્સ પ્રોફિટ બુક કરી નવા વર્ષે નવું રોકાણ કરવાની રણનીતિ ઘડી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement