શેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપર
ઉઘડતી બજારે સોના-ચાંદીમાં આંશિક વધારો જોવા મળ્યો!
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટોક નો તબક્કો નવી દિલ્હીમાં આજથી શરૂૂ થયો છે ત્યારે પોઝિટિવ સંકેતોના પગલે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આજે સવારથી જ શેરબજારમાં ઓટો, પબ્લિક સેક્ટર બેંક ટેક્સટાઇલ સહિતના સેક્ટરોમાં ખરીદી જોવા મળી હતી. દિવસ દરમિયાન વધુ પોઝિટિવ સંકેતો આવતા તેમ જ યુએસ ફેડ રેટ જાહેર થવાનો છે તેના પગલે શેર બજારમાં પણ તેજી નો કરંટ જોવા મળી રહ્યો છે. બપોરના ત્રણ વાગ્યે સેન્સેક્સમાં 550 પોઈન્ટ ની તેજી જોવા મળી રહી છે, જ્યારે નિફ્ટીમાં 155 ની તેજી જોવા મળી રહી છે.
આજે શેર બજારમાં પોઝીટીવ શંકેતો સાથે સેન્સેકસ અને નીફટીમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 10 વાગ્યે સેન્સેકસમાં 350 પોઇન્ટની તેજી જોવા મળી હતી જયારે નીફટીમાં 100 પોઇન્ટની તેજી જોવા મળી હતી ત્યારબાદ બપોરે 3 વાગ્યે સેન્સેકર 562 અંક ઉછળી આજે 82341નો હાઇ બનાવ્યો હતો. જયારે નીફટીમાં પણ આજે બપોરે 3 વાગ્યે 159 અંકનો વધારો જોવા મળ્યો હતો અને નીફટી 25239ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
આજે ટેકસટાઇલ્સ, ઓટો તેમજ બેંકીંગ શેરોમાં તેજી જોવા મળી હતી. બેંકના 12 શેરોમાંથી 11 શેરોમાં તેજી જોવા મળી હતી. બેંક નીફટીમાં પણ 200 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
શેરબજારના પગલે પગલે સોનાને ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો હતો સોનુ આજે દસ ગ્રામ એ 330 રૂૂપિયા અને ચાંદી એક કિલોએ 350 રૂૂપિયાનો વધારો જોવા મળ્યો હતો 17 તરીખે યુ.એસ.ટ્રેડ રેટ કટ બહાર પડશે જેના ઉપર જ્વલેરી સેકટરની નજર મંડાયેલી છે.