For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટેરિફના ભય વચ્ચે શેર માર્કેટમાં તેજી: સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો, 10 સેકન્ડમાં રોકાણકારો ૮.૪૭ લાખ કરોડ કમાયા

10:41 AM Apr 08, 2025 IST | Bhumika
ટેરિફના ભય વચ્ચે શેર માર્કેટમાં તેજી  સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો  10 સેકન્ડમાં રોકાણકારો ૮ ૪૭ લાખ કરોડ કમાયા

Advertisement

ટેરિફના ભય વચ્ચે ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. સોમવારે ભારે કડાકા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળું સેન્સેક્સ માર્કેટ ખુલતાં જ 1200 અંક ઉછાળો થયો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 350 અંકનો જોરદાર વધારા સાથે શરૂઆત થઈ હતી. આ દરમિયાન Tata Steel, Tata Motors થી લઈને Adani Ports સુધીના શેર ગ્રીન ઝોનમાં વેપાર કરતા જોવા મળ્યા.

શેર બજારમાં તેજી વચ્ચે Titan (5.01%), Adani Ports (3.64%), Bajaj Finserve (3.05%), Tata Steel, (3.02%), Axis Bank (3%), Tata Motors (3.24%), SBI (2.79%), Zomato (2.22%), IndusInd Bank(2.06%), Reliance (1.20%) ના ઉછાળા સાથે વ્યાપાર કરતા જોવા મળ્યાં.

Advertisement

સોમવારે ૧૩ લાખ કરોડ રૂપિયાથી વધુના નુકસાન બાદ, આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ૮.૪૭ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો. સોમવારે, BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3,89,25,660.75 કરોડ હતું, જ્યારે મંગળવારે, શરૂઆતના વેપારમાં વધારાને કારણે, તે રૂ. 3,97,73,006.86 કરોડ થયું. એટલે કે રોકાણકારોએ કુલ ૮૪૭,૩૪૬.૧૧ કરોડ રૂપિયાનો નફો કર્યો.

સોમવારે શેર બજારમાં પહેલાંથી જ તેજીના સંકેત મળવા લાગ્યા હતાં. જાપાન અને હોંગકોંગના શેર બજારોમાં તોફાની તેજી જોવા મળી હતી. વળી, Gift Nifty ની શરૂઆતી કારોબારમાં લગભગ 400 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જાપાનના નિક્કેઈમાં 7% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. Hongkong HangSang Index પણ લગભગ 3% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement