For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રશિયા-યુક્રેન યુદ્ધ ફરી ભડકવાના એંધાણે શેરબજારમાં ભારે કડાકો

11:25 AM Jun 02, 2025 IST | Bhumika
રશિયા યુક્રેન યુદ્ધ ફરી ભડકવાના એંધાણે શેરબજારમાં ભારે કડાકો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વકરવાના ભયે શેરમાર્કેટની શરૂૂઆત જૂનના પ્રથમ કારોબારી દિવસે જ ઘટાડા સાથે થઇ છે. માર્કેટ પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સ 600 પોઇન્ટથી વધારે ઘટીને 80 હજાર પર આવી ગયો હતો જ્યારે નિફ્ટી પણ 165 અંક ઘટ્યો હતો. ત્યારે 9.30 કલાકે શેરબજાર ઓપનિંગની વાત કરીએ તો. સેન્સેક્સ 691 પોઇન્ટના ઘટાડા સાથે 80,759 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી 185 અંકના ઘટડા સાથે 24,565 અંક પર ખૂલ્યો હતો. થોડીવારમાં સેન્સેકસમાં 797 અને નીફટીમાં 224 અંકનો ઘટાડો નોંધાયો હતો.

Advertisement

સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ટાટા સ્ટીલ, એલએન્ડ ટી, એચસીએલ ટેક, ઇન્ફોસિસ , રિલાયન્સ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં હિંદુસ્તાન યુનિલિવર, નેસ્લે, અદાણી પોર્ટ્સ, ઇટર્નલ, ઇન્ડસઇંડ બેંક અને એશિયન પેઇન્ટ અને પાવર ગ્રિડનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે સોમવારે સેન્સેક્સના 30માંથી માત્ર 8 કંપનીઓના શેર લીલા નિશાનમાં ખૂલ્યા જ્યારે બાકીના 22 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો., બીજી તરફ નિફ્ટી 50માં 50માંથી 13 કંપનીના શેર તેજી સાતે ખૂલ્યા જ્યારે બાકીની 37 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સની કંપનીઓમાં હિંદુસ્તાન યુનિલિવરનો શેર 1.9 ટકાના વધારા સાથે અને ટાટા સ્ટીલનો શેર 1.58 ટકાના ઘટાડા સાથે ખૂલ્યો હતો.

Advertisement

સપ્તાહના પ્રથમ દિવસે બાકીની કંપનીઓ જેવી કે અદાણી પોર્ટ્સના શેર 0.45 ટકા, પાવર ગ્રિડ 0.37 ટકા, એનટીપીસી 0.21 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.13 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.07 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.05ટકા અને ભારતીય સ્ટેટ બેંકનો શેર 0.04 ટકાના મામૂલી વધારા સાથે ખૂલ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement