ભારત બંધ વચ્ચે આજે શેરમાર્કેટ ખૂલ્યું રેડ ઝોનમાં, સેન્સેક્સ 80,667 અંકે તૂટ્યો, નિફ્ટી 24,680એ પહોંચ્યો
ભારત બંધ વચ્ચે આજે ભારતીય શેરબજારની પણ નબળી શરૂઆત થઈ છે. બીએસઈનો 30 શેરો વાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 135 પોઈન્ટ ઘટીને 80,667 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18 અંકના ઘટાડા સાથે 24,680 ના સ્તર પર ખુલ્યો હતો.
બીએસઈનો સેન્સેક્સ 135.61 પોઈન્ટ અથવા 0.17 ટકાના ઘટાડા સાથે 80,667 પર ખુલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 18.30 પોઈન્ટના ઘટાડા સાથે 24,680 પર ખુલ્યો હતો. ગઈકાલે બજાર બંધ થતાં સેન્સેક્સ 80,802 અને નિફ્ટી 24,698ના સ્તરે જોવા મળ્યો હતો.
બેંક નિફ્ટીએ પણ આજે ઘટાડાનાં લાલ નિશાન સાથે શરૂઆત કરી છે અને તેમાં લગભગ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક શેરોમાં HDFC બેંકનો શેર નબળાઈ સાથે નીચા ભાવે છે. શરૂઆતની મિનિટોમાં બેન્ક નિફ્ટી 143.90 પોઈન્ટ્સ અથવા 0.28 ટકાના ઘટાડા સાથે 50659ના સ્તરે રહ્યો હતો.
સેન્સેક્સના 30માંથી 18 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 12 શેરોમાં ઘટાડો છે. ટોપ ગેઇનર્સમાં L&T, ભારતી એરટેલ, નેસ્લે, HUL, અદાણી પોર્ટ્સના શેરનો સમાવેશ થાય છે અને ઘટનારાઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, HDFC બેન્ક, ICICI બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્કના શેરનો સમાવેશ થાય છે.