શેરબજારમાં સતત બીજા દિવસે ગાબડાં, સેન્સેક્સ 1800 અંકથી વધુ તોડ્યો
ભારતીયા શેર બજારમાં આજે સતત બીજા દિવસે ઇરાન-ઇઝરાયલ યુદ્ધનો ખોફ જોવા મળ્યો હતો. ગઇકાલે સેન્સેક્સમાં 1836 પોઇન્ટનું ગાબડું પડ્યા બાદ આજે સતત બીજા દિવસે શેર બજારમાં ધોવાણ જોવા મળેલ છે અને મોટા ભાગના સેક્ટરમાં વીચવાલી આવી રહી હતી. આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્લયા બાદ એક સમયે સેન્સેકસમાં 700 આંકથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બપોરે બાર વાગ્યા બાદ અચાનક બજારમાં વેંચાણનું પ્રેશર આવતા સેન્સેક્સ-નિફ્ટી ગબડીયા હતા અને એક તબક્કે સેન્સેક્સ વધ્યા મથાળેથી 1836 પોઇન્ટ અને નિફ્ટી 519 પોઇન્ટ તુટીયા હતા.
આજે બપોરે સેન્સેક્સનો હાઇ 33,368 અંકનો હતો પરંતુ ત્યાર બાદ સેન્સેક્સમાં જોરદાર કડાકો આવ્યો હતો અને 1836 અંક સેન્સેક્સ તુટીને 81,532 અંકના તળીયે પહોંચ્યો હતો. જો કે, ત્યાર બાદ આંશિક રીકવરી જોવા મળી હતી. આજ રીતે નિફ્ટીમાં પણ બપોરે 25485 અંકનો હાઇ જોવાયા બાદ અચાનક 519 પોઇન્ટનું ગબડું પડ્યું હતુ અને આજે નિફ્ટીએ 24966નો લો બનાવ્યો હતો. આમ વાધ્યા મથાળેથી સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે રીલાયન્સ, એચડીએફસી, મહીન્દ્ર એન્ડ મહીન્દ્ર, બજાજ ફાયન્સ, એસીયન પેંઇટ સહિતના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.