સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં કડાકો: રૂપિયાની ઐતિહાસિક ડૂબકી
સેન્સેક્સમાં 843, નિફ્ટીમાં 259 અંકનું ગાબડું, રૂપિયો ડોલર સામે 86.27 ટકાના નવા તળિયે
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે એટલે કે 13 જાન્યુઆરીએ શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. શેર બજારમાં સેન્સેક્સમાં લગભગ 843 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 76,535ના સ્તર પર નિફ્ટી પણ લગભગ 259 પોઈન્ટ ઘટીને 23,172 પર ટ્રેડ થઈ આ સાથે જ રૂપિયો ડોલર સામે 23 પૈસા તુટીને 86.27ના નવા તળિયે ટ્રેડથયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર એકમાં જ તેજી છે જ્યારે બાકીના 29 શેરો ઘટી રહ્યા છે. જયારે નિફ્ટીના 50 શેરોમાંથી બેમાં તેજી અને 48માં ઘટાડો છે. ગજઊ સેક્ટરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર 2.13%ના સૌથી મોટા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, ઓટોમાં 1.15%, મેટલમાં 1.31%, તેલ અને ગેસમાં 1.18% અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.39%નો ઘટાડો છે.
આજે રોમેટોના શેરોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી બેન્કના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (10 જાન્યુઆરી) સેન્સેક્સ 241 પોઈન્ટ ઘટીને 77,378 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 95 પોઈન્ટ ઘટીને 23,431ના સ્તરે બંધ રહ્યો હતો. ઇજઊ સ્મોલકેપ 1298 પોઈન્ટના ઘટાડા સાથે 52,722 પર બંધ રહ્યો હતો.