For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ

10:39 AM Feb 17, 2025 IST | Bhumika
સતત 9મા દિવસે શેરબજારમાં કડાકો  ખુલતાની સાથે જ સેન્સેક્સ નિફ્ટી ધડામ

Advertisement

શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત 9મા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યો છે. કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ખુલતાની સાથે જ જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ. BSE સેન્સેક્સ 608.83 પોઈન્ટ ઘટીને 75,330.38 પર પહોંચ્યો છે. એ જ રીતે NSE નિફ્ટી 194.50 પોઈન્ટ ઘટીને 22,734.75ની નીચે પહોંચી ગયો છે..આ ઘટાડા સાથે બજારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે.

સૌથી વધુ નુકસાન સાથેના શેરો પર નજર કરીએ તો મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી, ઝોમેટો, ટીસીએસ, ઈન્ફોસિસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારના તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Advertisement

શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન ઘટાડા વચ્ચે 1709 કંપનીઓના શેરો લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા હતા, જ્યારે 731 કંપનીઓના શેરો ગ્રીન ઝોનમાં ઝડપથી ખુલ્યા હતા. સન ફાર્મા, એચયુએલ, સિપ્લાના શેરોએ શરૂઆતના વેપારમાં વેગ પકડ્યો હતો, જ્યારે એમએન્ડએમ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, ઓએનજીસીના શેરો ઘટાડા સાથે ખુલ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement