For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બજેટ વીકના પ્રારંભે જ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 923-નિફ્ટીમાં 306 અંકનો કડાકો

04:13 PM Jan 27, 2025 IST | Bhumika
બજેટ વીકના પ્રારંભે જ શેરબજાર ધડામ  સેન્સેક્સમાં 923 નિફ્ટીમાં 306 અંકનો કડાકો

આગામી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર ચાલુ થાય તે પહેલા જ શેરબજારમા આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારે કડાકા નોંધાયા હતા. સેન્સેકસમા 900 થી વધુ અને નિફટીમા 300 થી વધુ પોઇન્ટના કડાકા બોલી ગયા હતા. નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો, અમેરિકાની નીતિ અંગે અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત પ્રોફિટ બુકિંગના બજેટ પહેલાં સાવચેતી સહિતના કારણોસર સેન્સેક્સ અને નિફ્ટી આજે રેડ ઝોનમા ખુલ્યા હતા.
શુક્રવારે 76190 ના લેવલ પર બંધ થયેલ સેન્સેકસ આજે 490 પોઇન્ટ ઘટીને 7પ700 પર ખુલ્યો હતો.

Advertisement

સતત વેચવાલીથી એક તબકકે સેન્સેકસ 923 પોઇન્ટ ઘટીને 7પર67 પર ટ્રેડ થયો હતો નિફટીમા પણ વેચવાલીને પગલે આજે રર940 પર ખુલી હતી અને નિફટી શુક્રવારના બંધથી 306 પોઇન્ટ તુટીને રર786 પર ટ્રેડ થઇ હતી.
આ દરમિયાન ઝોમેટો, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સના શેરમાં મોટો કડાકો દેખાયો. જ્યારે વારી એનર્જીના શેર્સમાં પણ મોટો કડાકો નોંધાયો હતો. રોકાણકારોને આ કડાકાની ખરાબ અસર થઇ અને તેમની મૂડીમાં લાખો કરોડોનો એકઝાટકે ઘટાડો નોંધાયો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ટેલિકોમ 3.49 ટકા, ટેક્નોલોજી 2.12 ટકા, રિયાલ્ટી 1.11 ટકા, પાવર 2.47 ટકા તૂટ્યો છે. રોકાણકારોએ બજાર ખૂલતાં જ 8 લાખ કરોડ રૂૂપિયાથી વધુ ગુમાવ્યા હતાં.
સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં રોકાણકારો આજે ધોવાયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 4 ટકા અર્થાત 2047 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેક્સમાં સામેલ 924 શેર કડડભૂસ થયા હતા. માત્ર 13 શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ પણ 1085.25 પોઈન્ટ તૂટ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement