શેર બજારમાં તોફાની તેજી ચાલુ, સેન્સેક્સમાં 1000 અંકનો વધારો
સોના-ચાંદીના ભાવમાં ફરી નવો હાઈ, રાજકોટમાં સોનું 1,34,000ની નજીક
છેલ્લા દોઢ મહિનાથી આ સોના અને ચાંદીમાં દરરોજ ભાવ વધારો જોવા મળ્યો હતો પરંતુ ગઇકાલે બાદ આજે પણ શેર બજારે તોફાની ઇનિંગ ચાલુ રાખી છે. શેરબજારમાં આજે સેન્સેક્સ બપોર બાદ ભાગ્યો હતો અને 1000 પોઇન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી 300 પોઈન્ટ અને બેંક નિફ્ટી પણ ₹650 પોઇન્ટ ઉપર જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનને કારણે ભારતીય બજારમાં આ ઉછાળો આવ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
સેન્સેક્સ ના 30 માંથી 28 શેરમાં તેજી જોવા મળી રહી છે જ્યારે નિફ્ટીના 50 શેરો માંથી 45 શેરોમાં તેજી જોવા મળી છે. આજે આજે બાંધકામ મેટલ તેમજ ઓટો શેરોમાં તેજી જોવા મળી હતી. ઋખઈૠ માર્કેટના શેરોમાં પણ ભારે તેજી જોવા મળી હતી દિવાળી તેમજ ધનતેરસના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સોના ચાંદી માર્કેટમાં આજે ફરી એક વખત નવો હાઈ જોવા મળ્યો હતો.
આજે સવારથી જ સોનાના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી હતી અને એમસીએક્સમાં સોનાનો ભાવ 1, 28,075 સુધી પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 1,64,200 સુધી પહોંચ્યો હતો. આજે સોનુ વધુ 29 ડોલર વધીને 4237 ડોલર સુધી પહોંચ્યું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આજે સોનાનો ભાવ 1,34,000 સુધી પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ ₹1,75,000 પર કરી રહ્યો છે.
સોના ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ તેજી જોવા મળ્યા બાદ મોટાભાગના શોરૂૂમમાં 25% ઘરાકી રહી છે.
આજે શેરબજારમાં બે કંપનીઓન લિસ્ટીંગ પણ થયા હતા. જેમાં રૂબીકોન કંપનીનો શેર 35 ટકા ઉપર ખુલ્યો હતો. 485ના ભાવ સાથે માર્કેટમાં આવેલ આ કંપનીનો શેર હાલ 638 રૂપિયાના ભાવથી લીસ્ટીંગ થયો હતો.
તે ઉપરાંત કેનેરા રેબેકોન, એએમસી લીમીટેડનો શેર પણ 16 ટકા ઉપર લીસ્ટ થયો હતો. 280ના ભાવ સાથે મેદાનમાં આવેલી આ કંપનીઓના ઉચ્ચતમ ભાવ 318 સુધી પહોંચ્યો હતો.