શેરબજારમાં સતત નરમાઇ, યુએસ ડોલર સામે રૂપિયો 88.82ના નવા તળિયે
જીએસટી દરોમાં ઘટાડા બાદ પણ આંતરરાષ્ટ્રીય સમીકરણોના કારણે ભારતીય શેર બજાર અને ડોલર સામે રૂપિયામાં દબાણ યથાવત રહયુ છે. આજે પણ રૂપિયો સાત પૈસા ઘટીને 88.82ના નવા તળીયે ખૂલયો હતો. જો કે, ત્યારબાદ આંશિક રિકવરી આવી હતી. શેરબજારમાં પણ આજે સતત ત્રીજા દિવસે મંદીનો ઝોક રહયો હતો તો સોના-ચાંદીના લાંબી તેજી બાદ આજે ખુલતામાં ભાવો થોડા ઘટાડ હતા.
જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા પછી પણ શેર બજારમાં તેજી જોવા મળી નથી બલ્કે ગઇકાલે બજાર ઘટયા બાદ આજે પણ સેન્સેકસ અને નિફટીમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 350 અને નિફટીમાં 90 પોઇન્ટનો ઘટાડો થયો છે. આજે સોના-ચાંદીમાં ઘટાડો થયો છે. જયારે ડોલરની સરખામણીમાં રૂપિયો વધુ નબળો પડયો છે.
સવારે 10 વાગ્યે સેન્સકેસ 200 પોઇન્ટ અને નીફટી 65 પોઇન્ટ નીચે છે. બેંક નીફટીમાં 170 અને નીફટી આઇટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ગ્લોબલ ટેરિફનો મુદ્દો ભારતના પક્ષમાં ન હોવાનો સુર વ્યકત થઇ રહ્યો છે. જેના કારણે શેર બજારમાં નેગેટીવ ટોન જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ ડોલરના મુકાબલામાં રૂપિયો વધુ નબળલ પડયો છે. આજે ડોલરનાં ભાવ 88.81 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચયો હતો. જો કે અત્યારે ડોલર 88.72 પર ટ્રેડ કરી રહયો છે. સોના-ચાંદીમાં પણ આજે થોડુ પ્રાફિટ બુકિંગ જોવા મળ્યુ છે. જેના પરિણામે સોનું પ્રતિ 10 ગ્રામે 400 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલોએ 500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.